Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

જસદણમાં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સના સ્‍ટાફે વધુ એક વાર પ્રામાણિકતા દાખવી

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૬: જસદણ માં ૧૦૮ ના સ્‍ટાફને તા.૫-૧૦ નાં રોજ એક અકસ્‍માત સ્‍થળે જવાનો કોલ આવતા ખરચિયાજામ નો કેસ આવતા એમ.એમ.યાર્ન ના ગેઇટ પાસે બાઈકનું અકસ્‍માત થતાᅠ પરેશભાઈ બાબુભાઇ ડાભી ઉંમર ૨૨ (રહે સુખપર) ને માથાના ભાગે ગંભીર ઇજા કાનમાં લોહી અને હાથમાં ફેક્‍ચર હતું. જેની ૧૦૮ માં સારવાર કરી જસદણ સરકારી હોસ્‍પિટલમાં દાખલ કર્યા અને દર્દીના સગા જગાભાઈ ટપુભાઈ વાઘેલાને ૧૦૮ સ્‍ટાફનાંᅠ ડો.ગોરધનભાઇ કટેસિયા અને પાયલોટ મનસુખભાઇ મેણીયાએᅠ દર્દી પાસેથી મળેલા સીતેર હજાર રૂપિયા અને મોબાઈલ સંભાળીને તેના સગાને પાછા આપી ફરી એક વાર પ્રમાણિકતા નું ઉદાહરણ પુરૂ પાડ્‍યું હતું. અગાઉ પણ જસદણ ૧૦૮ નાં સ્‍ટાફે પ્રમાણિકતા દેખાડીને દર્દીઓને રકમ પરત કરી હતી.



 

(10:33 am IST)