Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

જસદણ તાલુકામાં આમ આદમી પાર્ટીએ બંને બેઠકમાં જોર કર્યું

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૬: જસદણ તાલુકામાં યોજાયેલી રાજકોટ જિલ્લા પંચાયતની બન્ને બેઠકમાં ગઇકાલે યોજાયેલી મત ગણતરી માં આમ આદમી પાર્ટીએ ખૂબ જ સારો દેખાવ કર્યો છે.
જસદણની શિવરાજપુર જિલ્લા પંચાયત બેઠકમાં થયેલા કુલ મતદાન ૧૧૪૫૩ ના ૧૭ ટકા જેટલા મત એટલે કે ૧૯૪૯ મત મેળવીને સારો દેખાવ કર્યો છે. જયારે સાણથલી જિલ્લા પંચાયતની બેઠકમાં પડેલા કુલ મત ૧૩૦૪૮ ના ૨૨ ટકા જેટલા મત એટલે કે ૨૮૬૮ મત મેળવીને આ બેઠકમાં પણ સારો દેખાવ કર્યો છે. આપે આ બેઠકનાં પાંચ ગામો ઝુંડાળા,રાણપરડા, જંગવડ, જુનાપીપળીયા, ઈશ્વરીયામાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષને પાછળ રાખીને લીડ મેળવી છે. આમ જસદણ પંથકમાં આમ આદમી પાર્ટીના વધતા જતા જોરની તમામ રાજકીય પક્ષોએ ગંભીર નોંધ લીધી છે.

 

(10:32 am IST)