Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

પોરબંદરની સરકારી હોસ્‍પિટલમાં નિષ્‍ણાત ડોકટરોની પુરતી સેવા મળતી નથી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૬ :.. સરકારી ભાવસિંહજી હોસ્‍પિટલમાં ફુલટાઇમ સર્જનની ખાલી જગ્‍યાનો વર્ષો જૂનો પ્રશ્ન છે ત્‍યારે સરકારી હોસ્‍પિટલમાં  જે તે રોગોના નિષ્‍ણાત ડોકટરોની સમયસર સેવા પુરતી મળતી નથી.
બાળકોના નિષ્‍ણાત ડોકટરો પણ સરકારી હોસ્‍પિટલમાં સમય ઉપર મળતા નથી બે દિવસ પહેલા એક પરિવાર એક બાળકને ઝાડા - ઉલ્‍ટીના કેસની સારવાર કરાવવા આવેલ ત્‍યારે નિષ્‍ણાત બાળકોના ડોકટર મળી શકેલ નહીં ફરજ ઉપરના અન્‍ય એક ડોકટરે માનવતાથી બાળકના પરિવારને કહયું કે, નિષ્‍ણાત ડોકટર નથી અને બાળકને દાખલ કરી દઇએ પરંતુ તબીયત બગડે અમારી જવાબદારી નહી રહે તેમ જણાવેલ હતું.
સરકારી હોસ્‍પિટલમાં જે તે રોગોના નિષ્‍ણાત ડોકટરોની નિમણુક કરાય છે.
ત્‍યારે મોટાભાગ નિષ્‍ણાંત ડોકટરો લાંબો સમય સુધી રહેતા નથી રાજીનામા આપીને જતા રહે છે ટ્રોમાં સેન્‍ટરની સુવિધા છે. પરંતુ નિષ્‍ણાત નથી તેવી ફરીયાદ પણ છે.

 

(10:31 am IST)