Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

જામનગર મહાનગર પાલિકા દ્વારા હાપા શેલટર હોમમા રહેતા લોકો માટે હેલ્થ ચેકઅપ તથા વેક્સિનેશન કેમ્પનુ આયોજન

35 લોકોનુ હેલ્થ ચેકઅપ તથા 11 લોકોને વેક્સિનેશનનો પ્રથમ ડોઝ તથા 1 વ્યક્તિને બીજો ડોઝ આપવામા આવેલ

જામનગર : જામનગર મ્યુનિ,કમિશનર વિજયકુમાર  ખરાડી ના આદેશ અનુસાર જામનગર  મહાનગર પાલિકા દ્વારા હાપા  શેલટર હોમ  મા રહેતા  લોકો માટે  હેલ્થ  ચેકઅપ  તથા વેક્સિનેશન  કેમ્પનુ  આયોજન  કરવામા  આવેલ  જેમાં 35 લોકોનુ  હેલ્થ ચેકઅપ  તથા 11 લોકોને વેક્સિનેશનનો પ્રથમ  ડોઝ  તથા 1 વ્યક્તિને બીજો ડોઝ  આપવામા  આવેલ  છે યૂસીડી શાખાના પ્રોજેક્ટ  ઓફિસર એચ.વી.શ્રીમાળી અને મેનેજરોની ટીમના સંકલન તથા ગુલાબનગર યુ.એચ. સી . ટીમના સહયોગ  થી આ કેમ્પ  સફળતાપૂર્વક  પૂર્ણ  થયેલ  છે

(12:23 am IST)