Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ધોરાજીના સૂપેડી ગામે પ્લાસ્ટીક કારખાનામાં મજૂરી કામ કરતા આદિવાસી પરીવારની ત્રણ વષની પુત્રીનું અજાણ્યો મોટરસાઈકલ ચાલક શખ્સ અપહરણ કરી જતાં પોલીસે રાજકોટ જિલ્લામાં નાકાબંધી કરી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી ના સૂપેડી ગામે પ્લાસ્ટીક કારખાના માં મજૂરી કામ કરતા આદિવાસી પરીવાર ની ત્રણ વષની પુત્રીનું અજાણ્યો મોટરસાઈકલ ચાલક શખ્સ અપહરણ કરી જતાં પોલીસે નાકાબંધી કરી ને તપાસ હાથ ધરી છે

ધોરાજીના સૂપેડી ગામે પ્લાસ્ટીક કારખાનામાં મજૂરી કામ કરતા કમલેશભાઈ ભાવશી ભાઈ આદિવાસી ની ત્રણ વષની પૂત્રી સૂરબાઈનૂ કોઈ અજાણ્યો મોટરસાઈકલ ચાલક શખ્સ અપહરણ કરી ગયાની જાણ પરિવારજનોએ ધોરાજી પોલીસ મથકે કરતાં ધટના ની જાણ થતા ધોરાજી પીઆઈ હકૂમત સિહ જાડેજા સૂપેડી ગામે દોડી જઈને તપાસ હાથ ધરી હતી આ બનાવ અંગે જીલ્લા પોલીસ વડા બલરામ મિણા, જેતપુર ડેપ્યુટી એસપી સાગર બાગમર એ તાબડતોબ અપહરણ બનાવ મામલે જીલ્લા સહિતના પોલીસ મથકો ખાતે પોલીસની નાકાબંધી કરાવી ને આગળની કાયવાહી હાથ ધરાઈ છે

(9:36 am IST)