Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

મોરબીની પી જી પટેલ કોલેજે જીલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું.

દ્વિતીય સ્થાને તક્ષશિલા સ્કુલ-હળવદ, તૃતીય સ્થાને એલ.કે. સંધવી ગલ્સ સ્કુલ-વાંકાનેર રહ્યા

મોરબી : રમત  ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તેમજ જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જીલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા 2021-22 નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમા પ્રાચીન ગરબા સ્પર્ધા મા પ્રથમ સ્થાને પી.જી.પટેલ કોલેજ – મોરબી, દ્વિતીય સ્થાને તક્ષશિલા સ્કુલ-હળવદ, તૃતીય સ્થાને એલ.કે. સંધવી ગલ્સ સ્કુલ-વાંકાનેર રહ્યા હતા

સ્પર્ધામા પ્રથમ ક્રમાંક મેળવનાર પી.જી.પટેલ કોલેજ આગામી સમયમા રાજ્ય કક્ષાએ મોરબી જીલ્લાનુ પ્રતિનિધિત્વ કરશે. આ રાસ ગરબાની તૈયારી અને પ્રેકટીસ પી.જી.પટેલ કોલેજના પ્રો. હિતેન્દ્રસિહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ કરવામા આવી હતી. આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, જીલ્લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, અને પ્રાંત યુવા વિકાસ અધિકારી નિરતિબેન અંતાણી ખાસ હાજર રહયા હતા.
આ તકે સફળતા બદલ સ્પર્ધામા ભાગ લેનાર તમામ વિર્ધાથીનીઓને તેમજ પ્રો. હિતેન્દ્રસિહ જાડેજાને સંસ્થાના પ્રમુખ દેવકરણભાઇ આદ્રોજા અને સંસ્થાના આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફગણ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

(9:55 pm IST)