Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

મોરબીના ઉંચી માંડલ ગામની સીમમાંથી દેશી દારૂ સાથે બે ઝડપાયા.

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાંથી પોલીસે દેશી દારૂના જથ્થા સાથે બે શખ્શોને  ઝડપી લઈને મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઉંચી માંડલ ગામની સીમમાંથી આરોપી બચું રામુભાઈ ચાડમીયા (રહે હરિઓમ પાર્ક પાસે મોરબી મૂળ રહે કાલાવડ જી જામનગર)  અને વિજય ધીરૂભાઈ જીલીયા( રહે નવા જંકશન પાછળ સુરેન્દ્રનગર)  એમ બે શખ્સોને ઝડપી લઈને દેશી દારૂ ૫૦ લીટર કીમત રૂ ૧૦૦૦ નો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(9:52 pm IST)