Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

મોરબી તાલુકા પંચાયતની પેટા ચુંટણીમાં કોંગ્રેસ ઉમેદવારનો વિજય : ત્રાજપર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જલાભાઇ ડાભી વિજેતા જાહેર

મોરબી તાલુકા પંચાયતની પેટા ચુંટણી માટે રવિવારે મતદાન યોજાયું હતું મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર બેઠકની પેટા ચુંટણી યોજવામાં આવી હતી જેમાં કોંગ્રેસ ઉમેદવારનો વિજય થયો છે

મોરબીની ત્રાજપર બેઠક જે અગાઉ કોંગ્રેસ પાસે હતી અને ખાલી પડેલી બેઠક પર પેટા ચુંટણી યોજવામાં આવી હતી જેની આજે મત ગણતરી કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસ ઉમેદવાર જલાભાઇ સામતભાઈ ડાભીને ૧૯૬૫, ભાજપ ઉમેદવાર દેવજીભાઈ રામજીભાઈ વરાણીયાને ૮૮૦ મતો મળ્યા હતા તો ૫૩ મત નોટામાં પડ્યા હતા અને કોંગ્રેસ ઉમેદવાર જલાભાઇ ડાભીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

(9:48 pm IST)