Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

માળિયા તાલુકાના કોમ્પ્યુટર ઓપરેટરોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

સુલતાનપુર સહિતના ગામોમાં કાર્યરત ગ્રામ્ય કોમ્પ્યુટર ઓપરેટરોએ કાળી પટ્ટી ધારણ કરી

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા વીસીઈ વિવિધ માંગણીઓને લઈને સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે જેમાં આજે માળિયા તાલુકાના વીસીઈ દ્વારા કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો માળિયા તાલુકાના સુલતાનપુર સહિતના ગામોમાં કાર્યરત ગ્રામ્ય કોમ્પ્યુટર ઓપરેટરોએ કાળી પટ્ટી ધારણ કરી હતી અને વીસીઈના પડતર પ્રશ્નો ઉકેલવા માંગ કરાઈ હતી.

(9:49 pm IST)