Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

મોરબીના લાલપર નજીક અજાણ્યા વાહનની ઠોકરે રોડ ક્રોસ કરતા રાહદારી યુવાનનું મોત.

મોરબી તાલુકાના લાલપર ગામ નજીક યુવાન રોડ ક્રોસ કરતો હોય ત્યારે અજાણ્યા વાહનચાલકે યુવાનને અડફેટે લેતા યુવાનનું મોત થયું હતું જે અકસ્માતના બનાવ મામલે પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

વાંકાનેર તાલુકાના વીડી જાંબુડિયા ગામે રહેતા આલાભાઇ ત્રિકમભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના ભત્રીજા મુકેશ પગે ચાલીને રોડ ક્રોસ કરતો હોય ત્યારે લાલપર ગામ પાસે બાપા સીતારામ મઢુલી પાસે અજાણ્યા વાહનચાલકે યુવાનને અડફેટે લીધો હતો જે અકસ્માતમાં મુકેશ નામના યુવાનનું ગંભીર ઈજાને પગલે મોત થયું હતું તો અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વાહનચાલકને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે

(9:50 pm IST)