Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

મોરબી : બે દિવસમાં ચોથું હથિયાર ઝડપાયું :પિસ્ટલ અને જીવતા કાર્ટીસ સાથે એકને દબોચ્યો.

રાજપર ચોકડી પાસેથી ઝડપાયેલ આરોપીની અંગજડતી લેતા દેશી બનાવટની પિસ્તલ અને બે જીવતા કાર્ટીસ મળ્યા

મોરબીની રાજપર ચોકડી પાસેથી પોલીસે બાતમીને આધારે એક શખ્સને ગેરકાયદેસર પિસ્તલ અને બે જીવતા કાર્ટીસ સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

મોરબી પંથકમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી વધી ગઈ હોય ત્યારે પોલીસ પણ આવા ઇસમોને ઝડપી લેવા સતત દોડધામ કરી રહી છે જેમાં જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન આશીફ ચાણકિયા અને સમરથસિંહ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજપર ચોકડી પાસે એક ઇસમ ઉભો હોય જેની પાસે પિસ્તલ હોવાની બાતમી મળતા ટીમે ઈસમને કોર્ડન કર્યો હતો.
અને આરોપીની અંગજડતી લેતા દેશી બનાવટની પિસ્તલ અને બે જીવતા કાર્ટીસ મળી આવ્યા હોય જેથી આરોપી શક્તિસિંહ જયદીપસિંહ જાડેજા (ઉ.વ.૧૯) ( રહે શકત શનાળા મોરબી વાળા) ને ઝડપી લઈને હથિયાર તેમજ જીવતા કાર્ટીસ કબજે લઈને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(9:42 pm IST)