Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

મોરબી આરીફ મીર ગેંગના ઈસમો સામે ગુજસીટોકની કાર્યવાહી: સાત આરોપીના રિમાન્ડ મંજુર

ચાર આરોપીના ૬ દિવસના એકના ૧૦ દિવસના જયારે બે આરોપીના ૨૦ દિવસના રિમાન્ડ મંજુર.

મોરબીના ભક્તિનગર સર્કલ નજીક ફાયરીંગ અને હત્યાના બનાવમાં પોલીસે આરીફ મીર ગેંગના ઇસમોને દબોચી લીધા હોય અને આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોકની કલમો ઉમેરી કાર્યવાહી કરી હોય જેમાં સાત આરોપીઓના ૬ દિવસથી લઈને ૨૦ દિવસ સુધીના રિમાન્ડ મંજુર થયા છે

મોરબીના શનાળા બાયપાસ નજીક અંધાધુંધ ફાયરીંગ કરીને મહમદ હનીફ ઉર્ફે મમુ દાઢી હનીફભાઈ કાસમાણીની હત્યા કરી આરોપીઓ નાસી ગયા હોય જેમાં નવ નામજોગ સહીત કુલ ૧૩ ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે તપાસ ચલાવી છે જેમાં આરીફ મીરની ગેંગના ઈસમો અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ હોય જે તપાસમાં ખુલતા ગુજસીટોક કાયદાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે અને મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળની ટીમ દ્વારા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હોય જે આરોપી પૈકી રિયાજ ઇકબાલ જુણાચ અને મુસ્તુફા ઉર્ફે મુસ્તુ દાઉદ દાવલીયાના ૨૦ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ જયારે આરોપીઓ ઈસ્માઈલ યારમહમદ બ્લોચ, ઈરફાન યારમહમદ બ્લોચ, રીયાઝ રજાક ડોસાણી અને એજાજ આમદ ચાનિયા એમ ચાર આરોપીના ૬ દિવસના જયારે આરોપી રફીક રજાક માંડવીયાના ૧૦ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે

(9:36 am IST)