Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ભુજમાં કિન્નરો માટે અનોખો ફેશન શો યોજાયો : કિન્નરોએ કર્યું રેમ્પ વોક

વિરામ હોટલના પ્રાંગણમાં ઇન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો

ભુજની વિરામ હોટલના પ્રાંગણમાં ઇન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેરના કિન્નરો માટે ખાસ ફેશન શો અને રેમ્પ વોકનું આયોજન કરાયું હતું. તેમજ ભાગ લીધેલા લોકોને સંસ્થા તરફથી ઇનામો આપવામાં આવ્યા હતા. સમાજમાં કિન્નરોને સમાન સ્થાન મળે તેમજ સમાજ તેમને એક સન્માનીય નજરથી જુએ તેવા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.

(9:25 pm IST)