Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

અમરેલી જિલ્લામાં કોરોના નવા 23 પોઝિટિવ કેસ : નોંધાયા : આજે વધુ 44 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

કોરોનાના કુલ કેસની સંખ્યા 2235 પર પહોંચી: હાલ 224 દર્દીઓ સારવાર હેઠળ

 

અમરેલી જિલ્લામા કોરોના પીઝિટિવ કેસમાં રાહત મળી છે છેલા દિવસોમાં કુલ પોઝિટિલ કેસમાં સતત નોંધપાત્ર ઘટાડો જોવાઈ રહ્યો છે. આજે અમરેલી જિલ્લામાં વધુ 23 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2235 પર પહોંચી છે.

 આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર આરોગ્ય ચકાસણીની કામગીરી ચાલી રહી છે. હાલ 224 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જયારે આજે 44 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી રજા આપી દેવામા આવી હતી. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 32 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2235 પર પહોંચી છે

(10:04 pm IST)