Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

મોરબી જિલ્લામાં 19 નવા કેસ નોંધાયા : એક દર્દીનું મોત : કુલ કેસની સંખ્યા 828

મોરબી તાલુકામાં 14, વાંકાનેર તાલુકામાં 3, હળવદ તાલુકામાં 1, ટંકારા તાલુકામાં 1 નવો કેસ

 મોરબી જિલ્લામાં 19 નવા કેસ નોંધાયા છે જયારે  એક દર્દીનું મોત થયું છે જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 828 થઇ છે આજે નોંધાયેલા 19 નવા કેસમાં મોરબી તાલુકામાં 14, વાંકાનેર તાલુકામાં 3, હળવદ તાલુકામાં 1, ટંકારા તાલુકામાં 1 નવો કેસ નોંધાયો છે મોરબી જિલ્લામાં એક કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્ય થયુ પણ સત્તાવાર એક પણ કોવિદ ડેથ જાહેર કરાયું નથી

  આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1041 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 19 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જિલ્લાના આજે વધુ 21 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

(8:40 pm IST)