Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ધોરાજી તાલુકાના 4200 ખેડૂતોનું મગફળી માટે રજીસ્ટ્રેશન થયું

આધારકાર્ડ સંબંધિત ક્ષતિ દૂર કરાઈ... મામલતદાર દ્વારા દિવસમાં બે ટાઈમ રૂબરૂ મુલાકાત

ધોરાજી :- રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરતાં ધોરાજી તાલુકાના માત્ર 6 દિવસમાં 4200 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે.
શરૂઆતમાં આધારકાર્ડ લિંકઅપ સંબંધિત ક્ષતિઓ સર્જાતા ખેડૂતોએ ઢીલી કામગીરીને લઈ હોબાળો મચાવ્યો હતો. આથી ધોરાજી મામલતદાર કે. ટી. જોલાપરાએ આધારકાર્ડ મામલે સમગ્ર પ્રક્રિયાનો અભ્યાસ કર્યા બાદ રાજ્ય સરકારે પણ આધારકાર્ડમાં પુરી જન્મ તારીખને બદલે માત્ર વર્ષ આધારે ફરી રજીસ્ટ્રેશન કરતા ખેડૂતોની સમસ્યા દૂર થઈ હતી.
ધોરાજી પ્રાંત અધિકારી મિયાણી અને મામલતદાર જોલાપરા દૈનિક બે વખત ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે મુલાકાત લઈ રહ્યા છે.
મામલતદાર જોલાપરા એ જણાવેલકે રજીસ્ટ્રેશન માં આધારકાર્ડ ને લાગતી મુશ્કેલી દૂર કરવામાં આવી છે. હવે ખેડૂતો સરળતાથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. અને ભીડ થતી નથી.
તા.1/1/10 થી આજ સુધી માં ધોરાજી તાલુકાના 4200 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે.

(6:43 pm IST)