Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ખંભાળીયાના સોનારડી ગામે

ખેતર પાસેના ખાડામાં ડૂબી જતા બે બહેનોના મોત

(કૌશલ સવજાણી)દ્વારકા,તા.૬: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સોનારડી ગામેે ખેતર પાસેના ખાડા માં ડૂબી જતાં બે યુવતીના મોત થયા છે.ખેતર નજીક આવેલ ખાડા માં કપડાં ધોતા સમયે આ ઘટના બની હોવાનું જાણવા મળે છે.

બંને કૌટુંબિક બહેનોના મોત થતા સોનારડી ગામ માં શોક નું મોજું ફરી વળ્યું.

ઘટનાની જાણ થતાં પોલીસ સોનારડી ગામે પહોંચી અને મૃતદેહને ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

(3:48 pm IST)