Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

જામનગરમાં 'મેફેડ્રોન ડ્રગ્સ' સાથે ૩ શખ્સો ઝબ્બે

સાડાત્રણ લાખનો મુદામાલ કબ્જેઃ કેફી પદાર્થ મુંબઇથી લાવેલઃ ત્રણેય તિરૂપતિ સોસાયટીના રહીશ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૬: ગુજરાત રાજયમાં નશાના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે અને તે દિશામાં પરીણામ લક્ષી કામગીરી કરવા પોલીસ મહાનિર્દેશકશ્રી ગુજરાત રાજયનાઓ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક દીપન ભદ્રન દ્વારા જામનગર જીલ્લામાં આ બાબતે કાર્યવાહી કરવા સુચના કરેલ તે અનુસંધાને આજરોજ એસ,ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર એસ.એસ-નિનામા તથા પો.સ.ઈ. વીકે ગઢવીનાઓના નેત્રુત્વ વાળી ટીમના હિતેષભાઈ કે. ચાવડા તથા સોયબભાઈ મકવા ને મળેલ બાતમી આધારે ઙ્કબેડી બંદર રીંગ રોડ, તીરૂપતી સોસાયટી પાર્ક-ર, જામનગરમાં રહેતા (૧) રીતેશ દિનેશભાઈ હાડા તથા (ર) દીનેશ જગદીશભાઈ હાંડા તથા (૩) મયુરસિંહ પ્રવિણસિંહ વાઢેર રહે. ત્રણેય તીરૂપતી સોસાયટી પાર્ક-ર જામનગર વાળાઓ ગેર કાયદેસર કેફી પદાર્થ મેફેડ્રોન પાવડર પોતાના મકાને રાખી વેચાણ કરે છે.

જેથી રેઇડ કરતા ઉપરોકત ત્રણેય ઈસમો મેફેડ્રોન ડ્રગ્સ પાવડર લાવી ભાગમાં વેચાણ કરતા મજકુર ઈસમોના કબજામાંથી ગે.કા. પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ ર૬ ગ્રામ ૮૫ મીલીગ્રામ ગ્રામ કીગ્ર. ર,૬૮,૫૦૦/-ંતથા અન્ય મુદામાલ મળી કીર. ૩,૬૦,૭૦૦/- સાથે પકડેલ અને પુછપરછ દરમ્યાન આ માલ તેને મુંબઈથી લાવેલનું જણાવેલ હોય જેથી ત્રણેય ઈસમો વિરૂધ્ધ સીટી સી ડીવી. પો.સ્ટે. એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ સીટી સી પો.સ્ટે, નાઓ ચલાવી રહેલ છે.

આ કાર્યવાહી એ.એસ.આઈ. મહેશભાઈ સવાણી,  જ્ઞાનદેવસિંહ જાડેજા, તથા પોલીસ હેડ કોન્સ. બશીરભાઈ મલેક, અનિરૂધ્યસિંહ ઝાલા, હીતેષભાઈ ચાવડા, દોલતસિહ જાડેજા, રાયદેભાઈ ગઞાગીયા, દિનેશભાઈ સાગઠીયા. અરજણભાઈ કોડીયાતર, મયુદિનભાઇ સૈયદ, રમેશભાઈ ચાવડા, રવિભાઈ બુજડ, સજયભાઈ પરમાર, લાલુભા જાડેજા, પ્રિયકાબેન ગઢીયા. દયારામભાઈ ત્રીવેદી, નાઓએ કરેલ છે.

તું જોઈતી નથી તેમ કહી ત્રાસ આપી કાઢી મુકી

અહીં રજાકનગર શંકરટેકરીમાં રહેતી અંજલીબેન નકુલભાઈ ટાંક ઉ.વ. ર૪ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, દોઢેક વર્ષથી આરોપીઓ નકુલ વલ્લભભાઈ ટાંક, જમનાબેન બલ્લભભાઈ ટાંક, ખુશાલીબેન વલ્લભભાઈ ટાંક, શ્રીધર ટાંક રહે. બધા તિરૂપતિપાર્ક શેરી નં. પ વાળાઓએ અવાર નવાર ફરયીાદીને તુ અમારે જોઈતી નથી તેમ કહી શારિરીક માનસિક દુઃખ ત્રાસ આપી કાઢી મુકી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.

રણજિતસાગર પાર્કમાંથી મોટર સાયકલ ચોરાયું

ઠેબા ગામે રહેતા રવીભાઈ મહેશભાઈ ત્રિવેદીએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, પોતાનું મોટર સાયકલ જી.જે.૧૦–ડીડી–૭૭૭૧ નું રણજીતસાગર ડે પાસે આવેલ પાર્કના પાર્કિંગમાં પાર્ક કરેલ જયાંથી કોઈ ચોરી કરી લઈ ગયેલ છે.

જેલ પાસેથી ગાંજા સાથે યુવક ઝડપાયો

 મુળ જામનગર અને હાલ ચોટીલામાં રહેતો મહેશ કરમશીભાઈ પરમાર જાતે ભરવાડ ઉ.વ. ૪પ વાળાને સીટી સી ડિવિઝનના સબ ઈન્સ. એ.આઈ.મુળીયાણાએ  જિલ્લા જેલ પાછળ ગણેશવાસ ભરવાડ પાળા પાસે થી ગેરકાયદે પાસ પરમીટ વગર તેમના કબ્જામાં ૪૩૦ ગ્રામ ગાંજો કિંમત રૂ. ૪૩૦૦ સાથે ઝડપી પાડયો હતો.

ભગવતી એપાર્ટમેન્ટમાં ક્રિકેટના જુગારના ડબ્બામાં પોલીસ ત્રાટકી : ૩ શખ્સો ઝડપાયા : બે ફરાર

 સીટી બી ડિવિઝનના કે.વી.ચૌધરીએ પંચવટી ગૌશાળા પાસે આવેલ આશાપુરા હોટલની પાછળ ભગવતી એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦માં આરોપી જીતેન્દ્ર મનસુખભાઈ વીઠલાણી , પરેશ વલ્લભભાઈ મોદી, બશીર આમદભાઈ સફીયાને આઈ.પી.એલ.ના મેચ દરમ્યાન ક્રિકેટ મેચ લાઈવ નીહાળી મેચની હારજીતના પરિણામ અંગે મોબાઈલ ફોનથી જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગારનો ડબ્બો ચલાવી રેઈડ દરમ્યાન ત્રણેય ઈસમો રોકડ રૂ. ૧૧૯૦૦, ટીવી સેટઅપ બોકસ તથા મોબાઈલ ફોનની કિંમત રૂ. ૩રપ૦૦ મળી કુલ રૂ. ૪૪૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા જયારે નરેન્દ્રસિંહ જયપાલસિંહ ગોહીલ, મુન્નાભાઈ જયપાલસિંહ ગોહીલ નાશી ગયા હતા.

જાહેરમાં ક્રિકેટ મેચ ઉપર જુગાર રમી રમાડતા બે શખ્સો ઝડપાયા

સીટી એ ડિવિઝનના એમ.કે. વિસાણીએ તા. પ ના રોજ દિગ્વિજય પ્લોટ શેરી નં. ૧૭ ન્યુસ્કુલ પાસે જાહેરમાં આઈ.પી.એલ.ના મેચ દરમ્યાન ક્રિકેટ મેચ લાઈવ નીહાળી મેચની હારજીતના પરિણામ અંગે મોબાઈલ ફોનથી જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગારનો ડબ્બો ચલાવી રેઈડ દરમ્યાન આરોપીઓ પ્રકાશ નારણદાસ રામાણી અને ઈકબાલ ઉર્ફે ઈકો ને રોકડ રૂ. ૪પ૦ તથા મોબાઈલ ફોનની કિંમત રૂ. ૧૦૦૦ મળી કુલ રૂ. ૧૪પ૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા

(3:25 pm IST)