Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

જાહેર પાર્કિંગમાં રહેલ અને લોક ખરાબ હોઇ તેવા મોટર સાયકલોને બીજી ચાવી વડે ચાલુ કરી એક વર્ષમાં ર૩ વાહન ચોરી લીધા

લાઠીમાંથી પકડાયેલ ૪ શખ્સોની ટોળકીની કબૂલાતઃ અનેક ગુન્હાઓનો ભેદ ખુલ્યો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૬ : ભાવનગર રેન્જ ડી.આઇ.જી. પી. અશોકકુમાર યાદવે મિલ્કત સંબંધી વણશોધાયેલ ગૂન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હાઓ આચરતા ગુન્હેગારો પકડી પાડી ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિકને પરત મળી રહે. તે માટે અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક નિલિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી.તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા વાહન ચોરીના ગુનાઓ ડીટેકટ કરવામાં આવેલ છ.ે

અમરેલી એલ.સી.બી.ઇન્ચાર્જ પોલીસ ઇન્સ આર.કે. કરમટા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમે બાતમી આધારે લાઠી ટાઉનમાં ખોડીયાનગરમાં રહેત અજય વિષ્ણુભાઇ મકવાણાના મકાને છાપો મારી મોટર સાયકલ ચોરીઓ કરતી ટોળકીના સક્રિય ૪ સભ્યોને ચોરીના ર૩ મોટર સાયકલો સાથે પકડી પાડી અમરેલી જિલ્લા સહિત ભાવનગર, બોટાદ, અમદાવાદ, સુરત જિલ્લાઓમાં થયેલ વાહન ચોરીઓના ગુનાઓ ડીટેકટ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ (૧) અજય વિષ્ણુભાઇ મકવાણા ઉ.ર૩ ધંધો હીરા ઘસવાનો રહે. લાઠી ખોડીયાનગર રેલ્વે ફાટક પાસે કેરીયા રોઙ (ર) પ્રકાશ ઇશ્વરભાઇ કમેજાળીયા ઉ.ર૮ ધંધો-મંજુરી રહે. મુળ તાજપર હાલ-બોટાદ ઢાકણીયા રોડ, રામનગર. (૩) જયેશ રમેશભાઇ સેદાણી ઉ.૩ર ધંધો હીરા ઘસવાનો રહે તાજપર, (૪) ભાવેશ ધુડાભાઇ વેગડ, ઉ.૧૯ ધંધો હીરા ઘસવાનો રહે લાઠીદડ, એકાદ વર્ષથી ચોરી કરવાની ટોળકી બનાવી જાહેર જગ્યા ઉપર પાર્કિંગ થયેલ મોટર સાયકલને નિશાન બનાવી ચોરી કરતા હતા જે મોટર સાયકલોના લોક ખરાબ હોય તેવા મોટર સાયકલોને બીજી ચાવી વડે ચાલુ કરી ચોરી કરતા હતા અને ચોરાયેલ મોટર સાયકલો લાઠી, ખોડીયાર નગરમાં રહેતા અજય ષ્ણિુભાઇ મકવાણાના રહેણાંક મકાને છુપાવી રાખતા હતા.

આરોપીઓ પાસેથી મળી આવેલ મુદામાલ હીરો, સ્પ્લેન્ડર મો.સા.નંગ-૧૭, હોન્ડા ડ્રીમ મો.સા.નંગ-૧ હીરો સી.ડી.ડીલક્ષ મો.સા.નંગ-૩ હોન્ડા શાઇન મો.સા.નંગ-૧ બજાજ પ્લેટીના મો.સ.નંગ-૧ મી કુલ ર૩ મો.સા. તથા મોબાઇલ ફોન નંગ ૪ કિ.રૂ.૬,પ૦૦ કિ. રૂ.૪.૬૬,પ૦૦/નો કબજે કરવામાં આવેલ છે

અમરેલી ભાવનગર-બોટાદ-સુરત જિલ્લાના ડીટેકટ થયેલ ગુનાઓ

(૧) અમરેલી સીટી ૧૧૧૯૩૦૦૩ર૦પ૬૪/ર૦ર૦.ઇ.પી.કો.કલમ ૩૭૯ (ર) દામનગર પો.સ્ટે. ૧૧૧૯૩૦૧૭ર૦૦૮ર૮/ર૦ર૦ ઇ.પી.કો.કલમ ૩.૭૯ (૩) બાબરા પો.સ્ટે. ૧૧૧૯૩૦૦૮ર૦૧૦૮/ર૦ર૦ ઇ.પી.કો. કમલ ૩૭૯ (૪) ભાવનગર નિલમબાગ પો.સ્ટે. ૧૧૯૯૮૦૦૧ર૦૧પ૪૯/ર૦ર૦ ઇ.પી.કો. કલમ ૩૭૯

(પ) વલ્લભીપુર પો. સ્ટે. ૧૧૧૯૮૦૬પર૦૦૪૭૩-ર૦ર૦, ઇ.પી. કો. કલમ ૩૭૯, (૬) બોટાદ પો. સ્ટે. ૧૧૧૯૦૦૦રર૦ર૬૧૭-ર૦ર૦, ઇ. પી. કોમ. કલમ ૩૭૯ (૭) બોટાદ પો. સ્ટે. ૧૧૧૯૦૦૦રર૦ર૬૧-ર૦ર૦ ઇ. પી. કો. કલમ ૩૭૯, (૮) બરવાળા પો. સ્ટે. ૧૧૯૦૦૦૧ર૦૦૪૩૦પ-ર૦ર૦ ઇ. પી. કો. કલમ ૩૭૯ (૯) ગઢડા પો. સ્ટે. ૧૧૧૯૦૦૦૪ર૦૧૦૮૦-ર૦ર૦ ઇ. પી. કો. કલમ ૩૭૯, (૧૦) ગઢડા ૧૧૧૯૦૦૦૪ર૦૧૦૮૦-ર૦ર૦, ઇ. પી. કો. કલમ ૩૭૯ (૧૧) ગઢડા પો. સ્ટે. ૧૧૧૯૦૦૦૪ર૦૧૦૮૦-ર૦ર૦. ઇ. પી. કો. કલમ ૩૭૯, (૧ર) સુરત શહેર અમરોલી પો. સ્ટે. ૧૧ર૧૦૦૦૪ર૦૦૧૮-ર૦ર૦ ઇ. પી. કો. કલમ ૩૭૯ (૧૩) સુરત શહેર અમરોલી પો. સ્ટે. ૧૧ર૧૦૦૦૪ર૦૧૭૬૧-ર૦ર૦ ઇ. પી. કો. કલમ ૩૭૯ (૧૪) સુરત શહેર કાપોદ્રા પો. સ્ટે. ૧૧ર૧૦૦રરર૦૧૯૭૬-ર૦ર૦, ઇ. પી. કો. કલમ ૩૭૯.

આ ઉપરાંત ભાવનગર, બોટાદ, અમદાવાદ  જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી છેલ્લા એકાદ વર્ષ દરમ્યાન ચોરી થયેલ અન્ય ૯  મોટર સાયકલો મળી ચોરી થયેલ કુલ ર૩ મોટર સાયકલો રીકવર કરવામાં આવેલ છે.

(12:56 pm IST)