Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

સાવરકુંડલામાં સીસી રોડનું ખાતમુહૂર્ત કરતા કોંગી આગેવાનો

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૬ : સાવરકુંડલા શહેરમાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા વોર્ડ નં. ૯ના ખોડિયાર પાર્ક, ગુલશને મદીના સોસાયટી, પંચવટી સિનીયર સિટીઝન સોસાયટી અને નુરાની નગર નેરા વિસ્તારમાંથી સીસી રોડ બનાવવા ખાતમુહૂર્ત કરવામાં આવેલ. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ચંદ્રેશભાઇ રવાણી, નગરપતિ વિપુલભાઇ ઉનાવા, સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરસેવક કિરીટભાઇ દવે, નગરસેવક નસીરભાઇ ચૌહાણ, રાજેશભાઇ ચૌહાણ, અશોકભાઇ ખુમાણ, હિતેશભાઇ સરૈયા, કમલેશભાઇ મગીયા, ઉસમાનભાઇ પઠાણ, ભાવેશભાઇ બગડા, હસુભાઇ બગડા, બીજલભાઇ બતાડા વિગેરે સ્થાનિક રહીશો ઉપસ્થિત રહેલ હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ચંદ્રેશભાઇ રવાણીની સતત દેખરેખ અને માર્ગદર્શન મુજબ પાલિકાના પ્રમુખ સહિતની ટીમ દ્વારા શહેરમાં વિકાસની કામગીરી કરવામાં આવી રહી હોવાનું જણાવાયું છે.

(12:55 pm IST)