Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

વિસાવદરમાં વિકાસકામો ધમધમાટ : રસ્તા કામનો પ્રારંભ : ખાતમુર્હુત

જુનાગઢ : નગર પાલકા કોંગ્રેસ પાસેથી હસ્તગત કર્યા બાદ સત્તાનું સુકાન ભાજપે સંભાળ્યાને એક માસનો ગાળો વિત્યો છે ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલનાં માર્ગદર્શન તળે પાલિક પ્રમુખ કૌશિકભાઇ વાઘેલા ઉપપ્રમુખ ઘનશ્યામ ડોબરીયા અને નગર સેવકોની ટીમે શહેરમાં રોડ-રસ્તા-પાણી-વિજળી-ગટર સહિતનાં વિવિધકાર્યોનો માસ્ટર પ્લાન હાથ ધર્યો છે. પાલિકા દ્વારા વિકાસ કામો શરૂ કરાયા છે. વિસાવદર શહેરમાં સરદારનગર મેઇન રોડનું કામ હાથ પરાયું છે. વિસાવદરના સરદાર નગર મેઇન રોડના કામનું ખાતમુહૂર્ત જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલના હસ્તે જ કરાયુ હતુ જે રોડ રૂપિયા ૨.૩ લાખના ખર્ચે બનશે.   આ ખાતમુહૂર્ત પ્રસંગે જીલ્લા ભાજપ મંત્રી પ્રભારી દિપકભાઇ ડોબરીયાએ વિસાવદરની જનતાને () આપવામાં આવશે અને વિકાસલક્ષી કામોની વણથંભી વણઝાર ચાલુ જ રહેશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાા સદસ્યો કમલેશભાઇ રીબડીયા, રામણીકભાઇ  દુધાત્રા, નિલેષભાઇ દવે, જશુભાઇ બસીયા, કેયુરભાઇ અભાણી સહિત નગર સેવકો, પાલિકાના અધિકારીઓ સ્ટાફ તથા  રાહુલ રિબડીયા સહિતના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કૌશિકભાઇ વાઘેલા અને ઉપપ્રમુખે ઘનશ્યામભાઇ ડોબરીયાએ નગરપાલિકાના સદસ્યોને પોત પોતાના વિસ્તારોમાં વિકાસના કામોની યાદી તૈયાર કરવાનું અને લોકોની સમસ્યાઓનો તાત્કાલીક ધોરણે નિરાકરણ લાવવા સતત સક્રિય રહેવા જણાવ્યુ હતું.

(12:51 pm IST)