Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

જૂનાગઢના બે તસ્કરો બાઇક ચોરીને જતી વખતે ઝડપાયા

જૂનાગઢ તા.૬ : જૂનાગઢ શહેરના ભૂતનાથ ફાટક પાસે, એ વન સોડા નામની દુકાન પાસેથી ફરિયાદી દીપકભાઈ ભૂરાભાઈ વાઢીયા ઉવ. ૩૦ રહે. ટીબાવડી, ઉદયનગર, જૂનાગઢ મૂળ રહે. ફરેર તા. કુતિયાણા જી. પોરબંદરનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર જીજે૧૧એજે૨૮૪૪ કિંમત રૂ. ૨૦,૦૦૦/- નું ઉપરોકત જગ્યા પાર્ક કરેલ હતું, ત્યાંથી કોઈ અજાણ્યા ચોર દ્વારા ચોરી કરવામાં આવતા, ફરિયાદી દીપકભાઈ ભૂરાભાઈ વાઢીયાએ જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીનો ગુન્હો નોંધી, તપાસ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ જે.એચ.કચોટ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી.

ંજૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ જે.એચ.કચોટ, પો.કો. ગોવિંદભાઈ પરમાર, કરણસિંહ ઝણકાત સહિતની ટીમ દ્વારા સદ્યન તપાસ હાથ ધરી, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઇ પી.એચ.મશરૂ તથા પો.કો. અશોકભાઈ રામ દ્વારા સીસીટીવી કેમેરા આધારે તપાસ કરતા, બે આરોપીઓ આ મોટર સાયકલ ચોરી કરીને જતા જણાઈ આવેલ હતા. પરંતુ ઓળખાયેલ ના હતા. જેથી આ ચોરીમાં બે આરોપીઓ સંડોવાયેલ હોવાનું ખૂલેલ હતું. દરમિયાન સી ડિવિઝન પોલોસ ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નમ્બર પ્લેટ વગરના હીરો હોંડા સ્પ્લેનડર મોટર સાયકલ સાથે ર્ંઆરોપીઓ (૧) ભરતભાઇ કેશુભાઈ સોસા ઉવ. ૨૨ રહે. ખોડિયાર ગરબી ચોકની બાજુમાં, આંબેડકર નગર, જૂનાગઢ તથા (૨) પિયુષ વિરજીભાઈ વાણવી ઉવ. ૩૫ રહે. ખોડિયાર ગરબી ચોકની બાજુમાં, આંબેડકર નગર, જૂનાગર્ઢં ને પકડી પાડી, પૂછપરછ કરવામાં આવતા, સંતોષકારક જવાબ નહીં આપતા તેમજ મોટર સાયકલના કાગળો, આર.સી.બુક નહીં હોવાનું જણાવતા, મોટર સાયકલ સાથે પોલીસ સ્ટેશન લાવી, સઘન તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

  ંશંકાસ્પદ મોટર સાયકલ ના એન્જીન ચેસીસ નમ્બર આધારે સી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ર્ંપોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, મળી આવેલ મોટર સાયકલ દીપકભાઈ ભૂરાભાઈ વાઢીયા રહે. જય ભવાની કૃપા, ઉદયનગર, ટીમબાવાડી, જૂનાગઢનું સરનામું મળતા, આરોપીઓ ભાંગી પડેલ અને આ હીરોહોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ બે ત્રણ દિવસ પહેલા ભૂતનાથ ફાટક ખાતેથી ચોરી કરેલાની કબૂલાર્તં કરવામાં આવેલ હતી. આ બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઉપરોકત ગુન્હો નોંધાયેલ હતો. જેથી, સી ડિવિઝન પોલીસ દ્વારા હીરોહોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ કિંમત રૂ. ૨૦,૦૦૦/- નું કબજે કરવામાં આવેલ હતું અને બને આરોપીઓને કોરોના ટેસ્ટ કરાવી, ધરપકડની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

ંપકડાયેલ ર્ંઆરોપીઓની પૂછપરછ કરતા, પોતે મજૂરી કરતા હોય, નશાની આદત હોય, પોતાને રૂપિયાની જરૂરિયાત ઉભી થતા, મોટર સાયકલ ચોરીની કબૂલાર્તં કરવામાં આવેલ છે.

આમ જૂનાગઢ પોલીસ દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસી ટીવી કેમેરા તથા પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા ટેકિનકલનો ભરપૂર ઉપયોગ કરી, વાહન ચોરીના આરોપીઓને પકડી પાડી, મોટર સાયકલ રૂ. ૨૦,૦૦૦/- નો મુદામાલ કબજે કરી, વાહન ચોરીની ગુન્હો ડિટેકટ કરવામાં આવેલ છે.

(12:51 pm IST)