Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ દ્વારા મૌન સત્યાગ્રહઃ મોદી રાજીનામું આપેઃ સ્વંયમ સૈનિક દળ

વેરાવળઃ ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ દ્રારા ઉતરપ્રદેશની ઘટનામાં મૌન

સત્યાગ્રહ નો કાર્યક્રમ યોજાયેલ હતો તેમાં ધારાસભ્યો, આગેવાનો કાર્યકરો જોડાયેલ હતા. જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાનભાઈ બારડ, ઉના ધારાસભ્ય પુજાભાઈ વંશ, કોંગ્રેસ પાર્ટીના આગેવાનો મહીલાઓએ આજે ઉત્તરપ્રદેશમાં ઘટના બનેલ હતી અને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ કોંગ્રેસના નેતાઓ કાર્યકરો ઉપર લાઠી ચાર્જ કરેલ હતો જેથી મૌન સત્યાગ્રહનો કાર્યક્રમ યોજેલ હતો અને આ બનાવને વખોડી કાઢવામાં આવેલ હતો. જયારે સ્વંયમ સૈનિક દળ દ્રારા ધરણાનો કાર્યક્રમ યોજાયેલ હતો તેમાં  નરેન્દ્રભાઇ મોદી રાજીનામું આપો સહીત અનેક મુદાનું આવેદન પત્ર રાષ્ટ્રપતિને કલેકટર મારફત મોકલાવેલ હતું. સ્વયમ સૈનિક દળના આગેવાનો તેમજ ગીર સોમનાથ જીલ્લાના કાર્યકરો દ્રારા ટાવર ચોકના બાબા સાહેબના સ્ટેચયુ પાસે કાર્યક્રમ યોજાયેલ હતો ત્યારની તસ્વીર. તેમાં રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન પત્ર આપેલ તેમાં નરેન્દ્રભાઇ મોદી રાજીનામું આપે, અપરાધીઓને ફાંસી, ઉત્તરપ્રદેશ,રાજસ્થાન સરકાર ને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન, રાપરના હત્યારાઓને ફાંસી સહીતની માંગણી ઓ કરાયેલ હતી.(તસ્વીરઃદિપક કક્કડઃ વેરાવળ)

(12:49 pm IST)