Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

કેશોદના અજાબ અને શેરગઢમાં પોણો કલાકમાં ઘોઘમાર બે ઇંચ વરસાદ

ખેતરમાં મોલ અને ચારા પર પાણી ફરી વળતા ખેડૂતોને નુકશાનીની દહેશત

કેશોદ,તા. ૬:તાલુકાના પૂવઙ્ખના ગ્રામ્ય વિસ્તોરોમાં ગઈકાલે બપોરે તોફાની પવન સાથે વરસાદ ખાબકતા ખેતરમાં રહેલ તૈયાર મગફળીના પાકમાં પાણી ફળી વળતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયેલ છે.

ગઈકાલે રવિવારે બપોરે સાડાત્રણ વાગ્યાના આરસામાં તાલુકાના અજાબ-શેરગઢ અને અવાણીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે કાળા ડીબાંગ વાદળો વરસી પડતાં પોણો કલાકમાં બે ઈંચ વરસાદ પડી જતાં આ વિસ્તારના ખેતરોમાં નદીઓ વહેવા લાગી હતી તથા રોડ અને રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયેલ હતા. આમ ભાદરવા (પુરષોતમ) માસમાં અષાઢી માહોલ જોવા મળેલ હતો.

હાથિયા નક્ષત્રમાં કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેતરમાં રહેલ મગફળના પાથરા તણાયા હતા અને ઢોરમાટેની નિરણ પર પાણી ફરી વળતા નિરણ ફેઈલ થઈ જવા પામેલ હતી. આમ ખેતરમાં રહેલ તૈયાર પાકપર વરસાદી પાણી ફરી વળતા ખેડૂતના મોઢા સુધી આવેલ કોળીયો ઝૂંટવાઈ જતા આ વિસ્તારના ખેડૂતોને લાખો રૂપિયાની નુકશાનીની ભીતી સેવાઈ રહેલ છે.

(12:48 pm IST)