Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

મજૂર કરતા હોઇ, નશાની આદતના લીધે રૂપિયાની જરૂર પડતા જૂનાગઢમાં મોટર સાયકલ ચોર્યું !

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા. ૬: ભૂતનાથ ફાટક પાસે, એ વન સોડા નામની દુકાન પાસેથી ફરિયાદી દીપકભાઈ ભૂરાભાઈ વાઢીયા ઉવ. ૩૦ રહે. ટીબાવડી, ઉદયનગર, જૂનાગઢ મૂળ રહે. ફરેર તા. કુતિયાણા જી. પોરબંદરનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર GJ11AJ2844 કિંમત રૂ. ૨૦,૦૦૦/- નું ઉપરોકત જગ્યા પાર્ક કરેલ હતું, ત્યાંથી કોઈ અજાણ્યા ચોર દ્વારા ચોરી કરવામાં આવતા, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા,તપાસ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ જે.એચ.કચોટ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ જે.એચ.કચોટ, પો.કો. ગોવિંદભાઈ પરમાર, કરણસિંહ ઝણકાત સહિતની ટીમ દ્વારા સદ્યન તપાસ હાથ ધરી, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઇ પી.એચ.મશરૂ તથા પો.કો. અશોકભાઈ રામ દ્વારા સીસીટીવી કેમેરા આધારે તપાસ કરતા, બે આરોપીઓ આ મોટર સાયકલ ચોરી કરીને જતા જણાઈ આવેલ હતા. પરંતુ ઓળખાયેલ ના હતા. જેથી આ ચોરીમાં બે આરોપીઓ સંડોવાયેલ હોવાનું ખૂલેલ હતું.

દરમિયાન સી ડિવિઝન પોલોસ ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નમ્બર પ્લેટ વગરના હીરો હોંડા સ્પ્લેનડર મોટર સાયકલ સાથે આરોપીઓ (૧) ભરતભાઇ કેશુભાઈ સોસા ઉવ. ૨૨ રહે. ખોડિયાર ગરબી ચોકની બાજુમાં, આંબેડકર નગર, તથા (૨) પિયુષ વિરજીભાઈ વાણવી ઉવ. ૩૫ રહે. ખોડિયાર ગરબી ચોકની બાજુમાં, આંબેડકર નગર, પકડી પાડી, તપાસ હાથ ધરવામાં આવેલ હતી....ં

શંકાસ્પદ મોટર સાયકલ ના એન્જીન ચેસીસ નમ્બર આધારે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, મળી આવેલ મોટર સાયકલ દીપકભાઈ ભૂરાભાઈ વાઢીયા રહે. જય ભવાની કૃપા, ઉદયનગર, ટીમબાવાડી, જૂનાગઢનું સરનામું મળતા, આરોપીઓ ભાંગી પડેલ અને આ હીરોહોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ બે ત્રણ દિવસ પહેલા ભૂતનાથ ફાટક ખાતેથી ચોરી કરેલાની કબૂલાત કરવામાં આવેલ હતી.

પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા, પોતે મજૂરી કરતા હોય, નશાની આદત હોય, પોતાને રૂપિયાની જરૂરિયાત ઉભી થતા, મોટર સાયકલ ચોરીની કબૂલાત કરવામાં આવેલ છે.

જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી.સોલંકી હે.કો. પરેશભાઈ, પો.કો. પૃથ્વીરાજસિંહ, ભગતસિંહ, કલ્પેશભાઈ, સહિતના પોલીસ સ્ટાફ દ્વારા જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં વાહન ચોરીના કેસમાં પકડાયેલા આરોપી વિરુદ્ઘ પોકેટ કોપ એપ્લિકેશન નો તપાસમાં ઉપયોગ કરવામાં આવેલ હતો.

(12:47 pm IST)