Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

જાફરાબાદના ટીબીના ફાર્મર ડેવ. સેન્ટર ખેડૂતોની દુકાનનો પ્રારંભ

ફાર્મસ પ્રોડયુસર કંપની દ્વારા : ખેડૂતોને તમામ વસ્તુઓ સજીવ ખાતર, બિયારણ, ઓજારો સહિત એક જ જગ્યાએથી મળી શકશે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૬ : ઇફ્રેશ ગ્લોબલ અને સમઉન્નતીના ઉપક્રમે ફાર્મર ડેવલપમેન્ટ સેન્ટરનો શુભારંભ ગાંધીજયંતી નિમ્તિે ટીંબી ખાતે કરાયો. જાફરાબાદ ફાર્મર્સ પ્રોડયુસર કંપની દ્વારા આ સેન્ટર ચલાવવામાં આવશે. ગાંધીજયંતી પર્વ નિમિતે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન મળીને કુલ ૧૪ ફાર્મર ડેવલપમેન્ટ સેન્ટરનુ ઓનલાઇન ઉદઘાટન કરાયુ હતુ.

ફાર્મર ડેવલપમેન્ટ સેન્ટર એટલે કે એક એવી દુકાન જયા ખેડૂતને લગતી તમામ ચીજવસ્તુઓ, સજીવ ખાતર, બિયારણ અને સાધનોની સાથે ખેડૂતોના પાક સબંધે માર્ગદર્શન, બજાર વ્યવસ્થા પણ પુરી પાડવામાં આવશે. ગુજરાત ઇફ્રેશ અને સમઉન્નતી સાથે હરિરાજ ચેરી. ટ્રસ્ટના સહયોગથી જાફરાબાદ ફાર્મર એગ્રો પ્રોડયુસર કંપની તથા રીલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી સૌરાષ્ટ્ર પ્રોડયુસર કંપની દ્વારા આવા વૈવિધ્ય સેવાઓ વાળા સેન્ટર શરૂ કરવાની પહેલ કરી છે.

ઓનલાઇન ઉદઘાટનના પ્રસંગે ડો.દિનેશ ત્યાગી (આઇએએસ) ઇફ્રેશ ગ્લોબલ હૈદરાબાદના મેનેજીંગ ડાયરેકટર હરી કોટેલા સમઉન્નતીના અનિલ વગેરે હાજર હતા. ઉલ્લેખનીય છે કે જાફરાબાદ અને જસદણ ખાતે ફાર્મર પ્રોડયુસર કંપનીના ખેડૂતોએ આવી પહેલ કરી છે. જાફરાબાદ એગ્રો પ્રોડયુસર કંપનીના ચેરમેન ભરતભાઇ ગંગાજળીયા અને સૌરાષ્ટ્ર પ્રોડયુસર કંપનીના ચેરમેન મગનભાઇએ સૌ બોર્ડ ડીરે. વતી ગુજરાતના તમામ ખેડૂતોને આ ખેડૂત વિકાસ કેન્દ્રની મુલાકાત લેવા અનુરોધ કરેલ છે.

આ પ્રસંગે શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અમરેલીના નિયામક ધીરૂભાઇએ સંદેશ આપ્યો કે, પુ.ગાંધી બાપુએ આપેલ વિકાસ મંત્ર સમાનતા અને આર્થિક વિકાસની વાત સમજાવી હતી. ખેડૂતોએ અવનવી આધુનીક તકનીકી અને સ્વ.રક્ષણ કીટ જેવા સાધનો ગુણવતાયુકત બિયારણ અને સજીવ ખાતર તેમજ કૃષિ વિષયક માહિતી એગ્રો એડવાઇઝરી માટે આ ખેડૂત વિકાસ કેન્દ્ર ખૂબ જ ઉપયોગી બનશે.

(12:44 pm IST)