Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

હાર્દિક પટેલ પ્રતિકાર યાત્રામાં જોડાશે

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના ૬ ધારાસભ્યને યાત્રામાં જોડાવવા માટે ધારાસભ્ય નૌસાદભાઈ સોલંકી દ્વારા આમંત્રણ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૬: હાલમાં સમગ્ર દેશમાં અત્યાચારના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં ખાસ કરી દેશમાં જે ઉત્તર પ્રદેશ જે વાલ્મિકી સમાજ ની દીકરી ઉપર દુષ્કર્મ કરી અને તેને મોતને ઘાટ ઉતારવામા આવતા સમગ્ર દેશ હાલમાં શોકમગ્ન બની જવા પામ્યો છે અને દુષ્કર્મ કરનારાઓને કડક સજા કરી ફાંસીની સજા આપવામાં આવે તેવું સમગ્ર દેશ હાલમાં માંગ કરી રહી છે ત્યારે બીજી તરફ બલરામપુર અને ગુજરાત રોજ-બ-રોજ થતા અત્યાચારોની ઘટનાને વખોડવા માટે ગુજરાતના મોટાભાગના સંગઠનો એક બન્યા છે

અમદાવાદ ખાતે આ તમામ સંગઠનની એક બેઠક મળી. આ બેઠકમાં હાથરસ, બલરામપુર અને ગુજરાતમાં છાસવારે થતા અત્યાચારની ઘટના પરત્વે રાજય સરકારે એક મજબૂત અને મક્કમ સંદેશ મળે કે ગુજરાતની જનતા દેશની દીકરીઓની દુર્દશા સહન કરશે નહીં. અને પોલીસ દમન સામે સજ્જડ પ્રતિકાર કરશે. આ માટે કાલે બપોરે ૩.૦૦ કલાકે અમદાવાદ કોચરબ આશ્રમ થી સાબરમતી આશ્રમ સુધી પ્રતિકાર યાત્રા યોજાશે જેમાં સમગ્ર ગુજરાતના તમામ વર્ગના લોકો, જોડાશે.

આ સમગ્ર ઘટનામાં ન્યાય માટે અમદાવાદ ખાતે બુધવારે બપોરે ૩.૦૦ કલાકે કોચરબ આશ્રમ થી સાબરમતી આશ્રમ સુધી પ્રતિકાર યાત્રા યોજાઈ રહી છે તેમાં તમામ વર્ગના લોકોને જોડાવા ગુજરાતના યુવા અને લડાયક નેતા હાર્દિકભાઈ પટેલ આહ્વાન કર્યું છે.

પાટડી ધારાસભ્યશ્રી નવસાદ ભાઈ સોલંકી દ્વારા 'પ્રતિકાર યાત્રા'માં ભાગ લેવા ભાજપના ધારાસભ્યો૧. લાખાભાઇ સાગઠીયા ૨. કરશનભાઈ સોલંકી ૩.  હિતુ ભાઈ કનોડિયા ૪. શ્રી પ્રદીપભાઈ પરમાર ૫. શ્રીમતિ માલતીબેન મહેશ્વરી ૬. શ્રીમતિ મનીષાબેન વકીલને પત્ર લખી આપવામાં આવ્યું છે..

વધુ માં આ યોજાનારી યાત્રા ના જોડાવા માટે ધારાસભ્ય  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યંત્રી નીતિનભાઈ પટેલ અને સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારને વિનંતી પાત્રો લખ્યા છે. ત્યારે અમદાવાદ ખાતે કાલે પ્રતિકાર યાત્રા યોજાનાર છે ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી અપીલ ધારાસભ્ય ભાઈ સોલંકી કરી રહ્યા છે.

(11:46 am IST)