Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

સાયલા કોર્ટના ૪ કર્મચારીઓને કોરોના

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૬:  સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને શહેરી સહિત જિલ્લાના તાલુકાઓમાં કરોના વાયરસના પોઝીટીવ કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સાયલા ખાતે કોર્ટમાં ફરજ બજાવતાં ચાર જેટલાં કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

જેમાં કોર્ટના જજ, રજીસ્ટ્રાર, બેંચ કલાર્ક અને ફોજદારી કલાર્કનો સમાવેશ થાય છે. આ તમામ કોરોના પોઝીટીવ દર્દીઓને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સારવાર આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને કોરોના પોઝીટીવ વ્યકિતઓના સંપર્કમાં આવેલ લોકોનું સ્ક્રીનીંગ અને સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સાયલા કોર્ટમાં લોકોની અવર-જવર વધુ રહેતી હોય છે ત્યારે કોર્ટમાં જજ સહિત ૪ જેટલાં કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતાં કોર્ટની કામગીરી પર તેની અસર થશે તેમ લાગી રહ્યું છે.

(11:46 am IST)