Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ભાણવડના વકીલ મંડળે અલગ કાયદો ઘડવા માંગ કરી

રાપરમાં એડવોકેટની સરાહજાહેર હત્યાની ઘટના : મૃતક એડવોકેટના પરિવારને સંપુર્ણ સહાયની ખાતરી પણ આપી

ભાણવડ તા. ૬ : રાપરમાં સિનિયર એડવોકેટ દેવજીભાઇ મહેશ્વરીની ક્રુર હત્યા અસામાજીક તત્વો દ્વારા કરી નાખવામાં આવેલ છે જેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને ધારાશાસ્ત્રીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે ત્યારે ભાણવડ બાર એસો.એ પણ મામલતદાર મારફત રાજયપાલને આવેદનપત્ર પાઠવી માંગ કરેલ છે કે, રાજયમાં જે રીતે ન્યાયીક કાર્યવાહીમાં પ્રોફેશન તરીકે કામ કરતા એડવોકેટોને ટાર્ગેટ કરી તેમની હત્યાના બનાવો અવાર-નવાર બની રહ્યા છે. ત્યારે ધારાશાસ્ત્રીઓ પર હુમલા અને હત્યાની આવી ઘટનાઓને ભાણવડ બાર એસો. સખત શબ્દોમાં વખોડી કાઢી આવી ઘટનાઓ નિવારવા અલગ કાયદો બનાવવા માંગ કરેલ છે.

આ ઉપરાંત ભાણવડ બાર એસો.એ મૃતક દેવજીભાઇ મહેશ્વરીના પરિવારને દિલાસો આપી તેમના દ્વારા જે પણ પગલા લેવામાં આવશે તેમાં સંપુર્ણ સહકારની ખાતરી આપી હતી અને આપતિના આ સમયમાં મૃતકના પરિવાર સાથે છે તેમજ કચ્છ-ભુજ બાર એસો.જે પણ કાર્યવાહી કરશે તેમાં ભાણવડ બાર એસો.નો સંપુર્ણ ટેકો રહેશે. જયારે રાજય સરકારને અપિલ કરવામાં આવેલ છે કે, આ ઘટનાની યોગ્ય અને ઝડપી તપાસ કરાવી ખાસ સરકારી વકિલની નિમણુંક કરી એડવોકેટના હત્યારાઓને રેરેસ્ટ ગણી ફાંસીની સજા કરવા માંગ કરી હતી.

(11:46 am IST)