Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

કોટડાસાંગાણીના પીપલાણામાં દુષ્કર્મ પ્રકરણમાં આરોપી સંજય કુકડીયા શોધખોળ

સગીરા ઉપર વારંવાર બળાત્કાર ગુજારાવાની પોલીસ ફરિયાદ

(કલ્પેશ જાદવ દ્વારા)કોટડાસાંગાણી,તા. ૬: કોટડાસાંગાણીના પીપલાણા ગામે ૧૪ વર્ષીય સગીરા કપડા ધોવા નદીએ જતી ત્યારે છરી બતાવી પરીવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી બાઈક પર લઈ જઈ ગામનાજ શખ્સે વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

કોટડાસાંગાણી વિસ્તારમાં એક બાદ એક દુષ્કર્મ ગુજાર્યાની ફરીયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. જેમા પાંચ મહીનામા ત્રણ ફરિયાદ દાખલ થઈ છે. તાજેતરમાંજ અરડોઈની બે બહેનો પર છરીની અણીએ દુષ્કર્મ થયાની પોલીસ ફરીયાદ બાદ વધુ એક પીપલાણા નજીકના કારખાનેથી સાથે કામ કરતી સગીરા પર વાદિપરાના શખ્સે લગ્નની લાલચે અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યાની ફરીયાદની શાહિ હજુ પોલીસ ચોપડે સુકાઈ નથી ત્યા તાલુકાના પીપલાણા ગામના સંજય લાલજી કુકડિયા નામના શખ્સે ગામની જ એક ૧૪ વર્ષીય સગીરા પર નજર બગાડી તે કપડા ધોવા જતી ત્યારે તેમને છરીની અણીએ બાઈક પર લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજારતો હોવાની ફરીયાદ નોંધાતા નાના એવા પીપલાણા ગામમા ચકચાર મચી જવા પામી છે

આ બનાવને લઈને ઈન્ચાર્જ પીએસઆઈ ડિ પી ઝાલા રાઈટર કે.સી.રાણા સહીતના સ્ટાફે ભોગ બનનારની ફરીયાદના આધારે આરોપી સંજય લાલજી કુકડિયા સામે આઇપીસી કલમ ૩૭૬(૨)(એન) ૫૦૬(૨)તેમજ પોકસોની કલમ ૬ જી.પી. એકટકલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીને પકડી પાડવા પીપલાણા તેમજ સીમમા અને તેમના સગાને ત્યા સરધાર વિંછિયા સહીતના વીસ્તારમા પોલીસે સઘન તપાસ કરી છે. અને આરોપીને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

(11:45 am IST)