Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

વિંછીયા તાલુકામાં પોષણ માસની ઉજવણી

જસદણ : ભડલી, અમરાપુર તથા પીપરડી સહિત સમગ્ર વિંછીયા તાલુકામાં આઇસીડીએસ ઘટક દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ન્યુટ્રીશનને લગતા પોષણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાય તેવા કાર્યક્રમોનુ આયોજન કરાયુ હતુ જેમાં વાનગી સ્પર્ધા, સલાડ સ્પર્ધા તેમજ આંગણવાડી કેન્દ્રો ઉપર કિશોરીઓ દ્વારા પોષણ અંગેનો સંદેશો રજૂ કરતા તોરણો બનાવવામાં આવ્યા હતા. તેમજ આંગણવાડીમાં જ ઉગી શકે તેવા શાકભાજીના રોપ અને બિયારણનુ વિતરણ કરાયુ હતુ અને તાલુકાની ૨૦ જેટલી આંગણવાડી કેન્દ્રોમાં ન્યુટ્રી ગાર્ડન બનાવાયા હતા જેમાં ઘટકના બાળ વિકાસ યોજના અધિકારી હંસાબેન ઓળકીયા, સુપરવાઇઝર નયનાબેન માઢક, બ્લોક કોર્ડીનેટર માધવભાઇ રાણપરીયા તેમજ બ્લોક પ્રોજેકટ આસી. વર્ષાબેન રોજાસરા તેમજ ઓફીસ સ્ટાફ દ્વારા જિલ્લા પ્રોગ્રામ ઓફીસર વત્સલાબેન દવે તેમજ વિપુલભાઇ ઠાકરના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પોષણમાસ ઉજવણી કાર્યક્રમોની તસ્વીર.

(11:45 am IST)