Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

વાંકાનેરના માટેલ ધરા ખાતે આજથી નવરાત્રી નિમિત્તે બાળાઓના ગરબા-મહાપ્રસાદ પુનઃ શરૂ

નવરાત્રી દરમિયાન યાત્રિકો માટે ઉતારાની વ્યવસ્થા કરાઇ : મહંત રણછોડદાસ બાપુ

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર, તા. ૬: વાંકાનેર તાલુકાનું સૌરાષ્ટ્રનું વિપત્ર તીર્થ સ્થળ આઇશ્રી ખોડીયાર માતાજી મંદિર માટેલ ધરા ખાતે આગામી આસોના નવલા નોરતાના પાવન પર્વે માટેલ ધરા ખાતે બિરાજમાન આઇશ્રી ખોડીયાર માતાજીના પાવન સાનિધ્યમાં આસો માસની નવરાત્રીના નવ દિવસ સુધી રાત્રીના ૯થી ૧ર સુધી નાની-નાની બાળાઓ માતાજીના ગરબા લઇને માતાજીની આરાધના કરશે.

નવરાત્રીથી ભાવિક-ભકતજનો માટે રહેવાની-ઉતારાની સગવડ પણ ચાલુ કરવામાં આવેલ છે.

નોરતાના નવ દિવસ સવાર-સાંજ માતાજીની ભવ્ય મહાઆરતી કરવામાં આવશે.જેથી ભાવિક-ભકતજનો આરતી દર્શન મહાપ્રસાદનો લાભ લઇ શકશે.

આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી કોરોનાની મહામારીના હિસાબે માટેલ ધરા ખાતે આઇશ્રી ખોડીયાર માતાજી મંદિરમાં મહાપ્રસાદ બંધ હતો જે ગઇકાલ સોમવારથી બન્ને ટાઇમ પુનઃ મહાપ્રસાદ ભાવિક-ભકતજનો માટે શરૂ કરવામાં આવેલ છે.

ભકતજનોએ સોશ્યલ ડીસ્ટન્ટ સાથે માસ્ક પહેરીને મંદિરમાં પધારવા આઇશ્રી ખોડીયાર માતાજી મંદિર માટેલ ધરાના મહંત રણછોડદાસ બાપુ દુધરેજીયાની યાદીમાં જણાવાયું છે.

(11:45 am IST)