Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ગેડીયા ગેંગના ભાગેડુ આરોપીની વાડીએથી પિસ્તોલ જીવતા કાર્ટીસ મળયા!!

(ફઝલ ચૌહાણ)વઢવાણ,તા. ૬: મ્હે. પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરની સૂચના આધારે મ્હે. ના.પો.અધિ.  ધ્રાંગધ્રાના માર્ગદર્શન હેઠળ બજાણા પો.સ્ટે. ના પો.સ.ઇ વી.એન.જાડેજા એ પો.સ્ટાફના માણસો સાથે બજાણા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના ગુનાના કામે બજાણા પો.સ્ટે.ના હાઇવે ચોરીઓના અનેક ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત ગેડીયા ગેંગ નો આરોપી હજરતખાન અનવરખાન જતમલેક રહે. ગેડીયા તા. પાટડી વાળાની કબજા ભોગવટાની ગેડીયા ગામ નજીક આવેલ વાડીએ પંચો ને સાથે ઝડતી તપાસ કરવા જતા મજકૂર આરોપી હજરતખાન અનવરખાન જતમલેક પોલીસ સ્ટાફના માણસોને દૂર થી જોઇને સીમ વિસ્તારમાં નાસી ગયેલ તેમજ મજકૂર આરોપી જ્યાથી ભાગેલ તે જગ્યાએ એક સિલ્વર કલરની સ્કોર્પીયો ગાડી રજી. નંબર જીજે ર૪ એ ર૬૨૮ વાળી મળી આવેલ. જે ગાડીમાં ચેક કરતા એક પિસ્તોલ તથા બે મેગ્ઝીન તથા જીવતા કાર્ટીસ નંગ -૮ મળી આવેલ છે તેમજ સદરહુ જગ્યાએ આજુબાજુમાં ઝડતી તપાસ કરતા ચોરી કે છળકપટ થી મેળવેલ મુદ્દામાલ મળી આવેલ છે.

આ મુદ્દામાલમાં સ્કોપીયો કાર રજી નંબર જીજે ૨૪એ૨૬૨૮ એક પિસ્તોલ તથા બે મેગ્ઝીન તથા જીવતા કાર્ટીસ નંગ -૮, વાહન હેડલાઇટ નંગ-૨૩, કંપની વનસ્પતિ ઘી ૧૫ કીલોના કાર્ટુન નંગ -૩ વિગેરે મુજબનો મુદ્દામાલ તથા સ્કોર્પીર્યો ગાડી તથા પિસ્તોલ, બે મેગ્ઝીન તથા જીવતા કાર્ટીસ નંગ ૮ મળી કુલ કી. રૂ. ૧,૩૬,૯૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરેલ છે. તે સદરહું ગાડીમાંથી મળેલ હથિયાર અંગે આરોપી હજરતખાન અનવરખાન જતમલેક વિરૂધ્ધમાં આર્મ્સ એકટ મુજબ અલગથી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(11:44 am IST)