Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

મેંદરડા- ગોંડલની વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલ આરોપી જગા કોળીએ ઉપલેટાની પણ ચોરી કબુલી

જુનાગઢ, તા., ૬: તાજેતરમાં જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મેંદરડા અને ગોંડલ ખાતેની વાહન ચોરીના બે ગુન્હામાં સંડોવાયેલ આરોપી જગદીશ ઉર્ફે જગો હાજાભાઈ બગીચા કોળી ઉવ. ૩૫ રહે. ગોપાલનગર, દોલતપરા, જૂનાગઢની પૂછપરછમાં પોતે ભૂતકાળમાં એ ડિવિઝન ખાતે દુષપ્રેરણના એક જ ગુન્હામાં પકડાયેલા હોવાનું કબુલ કરેલ હતું. પરંતુ, બી ડિવિઝન ખાતે પકડાયેલ આરોપી બાબતે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી.સોલંકી હે.કો. પરેશભાઈ, પો.કો. પૃથ્વીરાજસિંહ, ભગતસિંહ, કલ્પેશભાઈ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા આરોપી અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી ૨૦૧૭ની સાલમાં જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધમકી આપવાના કેસમાં, ૨૦૧૮ની સાલમાં પણ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીના ગુન્હામાં, ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીના ગુન્હામાં, સને ૨૦૨૦ની સાલમાં ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરી કેસમાં સહિતના કુલ ચાર જેટલા ગુન્હામાં પકડાયેલ આંતર જિલ્લા આરોપી હોવાની વિગતો પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતું. આમ, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીના ગુન્હાહિત ઇતિહાસ બાબતે વિગતો આંગળીના ટેરવે હાથ લાગતાં, પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થયેલ છે.

(11:43 am IST)