Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

મેંદરડાના ગુન્હાનો એક વર્ષથી ફરાર આરોપી જામનગરથી ઝડપાઇ ગયો

જુનાગઢ, તા. ૬: પો.સબ ઇન્સ. પી.જે. બોદર તથા પો.હેડ કોન્સ. રમેશભાઇ માલમ તથા પો.કોન્સ. સંજયભાઇ વઘેરા, પો. કોસ્ટેબલ  સંજયભાઇ ખોડભાયા ટીમ દ્વારા મેંદરડા પો.સ્ટે. ગુ.ર.ન. થર્ડ નં. ૭૪/ર૦૧૯ પ્રોહી. કલમ ૬પ.ઇ.૮૧વી., મુજબના ગુન્હામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપી યુવરાજસિંહ ગંભીરસિંહ વાળા ઉ.વ.ર૮ રે. જામનગર રાંદલનગર વાળો ૧ વર્ષ પહેલા ર૦૧૯, મેંદરડા પોસ્ટે.માં પોરહીના ગુન્હામાં સંડોવાયેલ હોય અને ઉકત સમયથી પોલીસની પકડથી નાસતો ફરતો હોય જેને પકડવા પોલીસ અવાર નવાર તેના વતનમાં ગયેલ, પરંતુ તેની કોઇ ભાળ મળેલ નહીં.

પેરોલ ફર્લોસ્કોડને હકીકત મળેલ કે આ ઇસમ જામનગરમાં આવેલ રાંદલનગરમાં બાપા સીતારામની મઢી પાસે રહે છે તેવી હકીકત મળતા જામનગર જઇ સદર જગ્યાએ વોચ તપાસ કરતા મજકુર આરોપી તેના મકાને મળી આવતા પોતે પ્રોહીના ગુન્હા સંડોવણી હોવાનું જણાવતો હોય. જેથી મજકુર ઇસમને હસ્તગત કરી કાર્યવાહી કરવા સારૂ મેંદરડા પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે. આમ શ્રી રવિ તેજા પોલીસ અધિક્ષક જુનાગઢનાઓની સુચનાથી આર.કે. ગોહીલ, પો.ઇન્સ. જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢનાઓના માર્ગદર્શન મુજબ ગુમ અપહરણ થયેલ બાળકો શોધવાની તથા નાસતા ફરતા આરોપીને પકડવાની સ્પેશયલ કામગીરી સોંપેલ હોય જે અંગે નાસતા ફરતા આરોપીને શોધી કાઢેલ છે.

(11:41 am IST)