Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

મગફળીથી ઉભરાયું ગોંડલ માર્કેટ યાર્ડ એક જ દિ'માં ૮૦ હજાર ગુણીની આવક

ખેડૂતો માટે મગફળીનો પાક સોના કરતાં ઘડામણ મોંઘુ જેવો થવાં પામ્યું છે

ગોંડલ યાર્ડમાં ૮૦ હજાર ગુણીની આવક થઇ અને ૮૦૦ થી ૧૦૩૧નો ભાવ બોલાયો.. ત્યારની તસ્વીર (તસ્વીરઃ ભાવેશ ભોજાણી)

ગોંડલ તા.૬:સૌરાષ્ટ્રભરમાં મગફળીની આવકોમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની અઢળક આવક જોવાં મળી છે. યાર્ડમાં ગત રાત્રીના મગફળીની આવકનો પ્રારંભ કરવામાં આવતા એક જ રાત્રિમાં મગફળીની ૮૦,૦૦૦ ગુણોની આવક થવા પામી છે.જેમને લઈને માર્કેટ યાર્ડના અનેક શેડથી લઈને ગ્રાઉન્ડ મગફળીથી ભરચક થઈ જવા પામ્યા છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની અઢળક આવક થતાં માર્કેટ યાર્ડ સતાધીશોએ મગફળીની આવક હાલ પુરતી બંધ કરવામાં આવી છે. તો બીજી તરફ મગફળીની હરરાજીમાં મગફળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૬૦૦/-થી લઈને ૧૦૩૫/- સુધીનાં બોલાય હતાં આ સાથે જ ગોંડલ માર્કેટ યાર્ડમાં રોજીંદા મગફળીની ૩૦,૦૦૦ ગુણીનું વહેંચાણ જોવા મળી રહ્યું છે.

સૌરાષ્ટ્રભરમાં આ વર્ષે ઘણા વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદને કારણે મગફળીનો પાક નિષ્ફળ જવા પામ્યો છે. તેમ છતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની અઢળક આવકો જોવા મળી છે. ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણ પલળેલ મગફળીની આવક જોવા મળી છે.જેને કારણે માર્કેટ યાર્ડ સતાધીશોને પણ યાર્ડમાં મગફળી સૂકવીને લાવવા માટે ખેડૂતોને અપીલ કરવાની ફર્જ પડી રહી છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સતત પડેલા વરસાદને કારણે વ્યાપક પ્રમાણમાં મગફળીનો પાક પલળી ગયો હોવાથી માર્કેટ યાર્ડમાં સારી ગુણવત્ત્।ાની મગફળીની આવકો જોવા મળતી નથી. ત્યારે ખેડૂતોને ન છૂટકે પશુઓનો ઘાસચારો ગુમાવ્યાની સાથે પલળેલ મગફળીનું વહેંચાણ કરવાની ફર્જ પડી છે.આવાં સંજોગોમાં ખેડૂતોને મગફળીના ઉત્પાદન ખર્ચ કરતાં વધું પોષણક્ષમ ભાવો ન મળતા હોવાથી ખેડૂતો માટે મગફળીનો પાક સોના કરતાં ઘડામણ મોંઘું જેવો થવાં પામ્યું છે.

ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા તથા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા એક યાદીમાં જણાવેલ છે કે ખેડૂત ભાઈઓ મગફળીને સૂકવીને લાવવી જોઈએ જેથી ભાવ સારા મળી રહે.

(11:37 am IST)