Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

લીંબડી વિધાનસભાની પેટા ચુંટણીમાં બંને પક્ષે ટિકીટો મેળવવા કાર્યકરો દ્વારા કવાયતો

જે પક્ષ મને ટીકીટ આપશે તેમાંથી લડવા હું તૈયાર છું : ધારાસભ્ય તરીકે રાજીનામુ આપનાર ધારાસભ્ય સોમાભાઇ પટેલ : એક ભૂલ ભારે પડી : ભાજપએ પક્ષમાં જોડાવવા હજુ સુધી આમંત્રણ પણ આપ્યું નથી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૬ : હાલમાં સમગ્ર ગુજરાતની વિધાનસભાની આઠ બેઠકો ખાલી છે ત્યારે આઠ બેઠકો ઉપર ના ધારાસભ્યો દ્વારા રાજયસભાની ચૂંટણી પહેલા જે રાજીનામું આપવામાં આવ્યા હતા જેને પગલે લઈને આઠ બેઠકો ઉપર વિધાનસભાની પેટા ચૂંટણી તારીખ ૩ નવેમ્બરના રોજ યોજાનાર છે ત્યારે હાલમાં ભાજપ કોંગ્રેસ અને અન્ય કેટલાક પક્ષોએ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોને ટિકિટ આપી તે અંગેની સીન્સ શરૂ કરી દીધી છે આઠ બેઠકો ઉપર પેટા ચૂંટણી ઉપર કબજો જમાવવા એડી ચોટીનું જોર લગાવી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

લીમડી બેઠકના ધારાસભ્ય સોમાભાઈ પટેલે જે રાજયસભાની ચૂંટણી વખતે રાજીનામું ધારાસભ્ય પદેથી આપ્યું છે તેને લઈને ચૂંટણી યોજાનાર છે ત્યારે હાલમાં લીમડી માં બંને પક્ષે ટિકિટ મેળવવા ઇચ્છુક ઉમેદવારોની મોટી યાદી ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષે સ્વીકારી છે અને કોને ટિકિટ આપવી તે અંગેની ચર્ચાઓ પણ બંને પક્ષોના કાર્યકરો અને સંગઠનો ના મંતવ્યો હાલમાં બંને પક્ષો જાણી રહ્યા છે.

લીમડી બેઠક ઉપરથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર સોમાભાઈ પટેલને ભાજપે અત્યાર સુધી પોતાના પક્ષમાં જોડાવા કોઈપણ જાતનું આમંત્રણ આપવામાં આવ્યું નથી જેને લઇને લીમડી બેઠક ઉપરના ધારાસભ્યને રાજીનામું આપી દીધું પણ ભાજપમાં હજુ સુધી કેસરીઓ ધારણ કર્યો નથી જોકે ભાજપ પક્ષે પણ અત્યાર સુધીમાં સોમાભાઈ જે રાજીનામું ધારાસભ્ય પદેથી આપ્યું છે તે બાબતે કોઈપણ જાતનું ધ્યાન કેન્દ્રિત કર્યું નથી અને કોઈ પણ વાતચીત પણ ભાજપના આગેવાનો અને મોટા દિગ્ગજ નેતાઓ દ્વારા કરવામાં આવી નથી અને ખાસ તો સોમાભાઈ પટેલે જે ચાલુ ધારાસભ્ય કોંગ્રેસમાંથી હતા કે પાર્ટીને રાજીનામું આપ્યા છતાં પણ ભાજપ પક્ષે તેમને પોતાની પાર્ટીમાં આવકાર્ય નથી ત્યારે સ્પષ્ટ છે કે ભાજપ સોમાભાઈ ને લીંબડી બેઠક ઉપરથી વિધાનસભાની પેટાચૂંટણીમાં ટિકિટ નહીં આપે તેઓ સ્પષ્ટ હાલના વાતાવરણ ઉપરથી દેખાઈ રહ્યું છે.

 બીજી તરફ કોંગ્રેસ માંથી પણ તેમણે રાજીનામું આપી દીધું હોવાથી અને ચાલુ ધારાસભ્ય પદેથી પણ વગર વિચારી ને જે રાજીનામું તેમને આપ્યું છે ધારાસભ્ય પદેથી તેથી કોંગ્રેસ પણ હવે લીમડી બેઠક ઉપરથી સોમાભાઈ ને ટિકિટ ના આપવાનું ઈચ્છી રહ્યું હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે ત્યારે ખાસ કરીને કોંગ્રેસ પોતાના નવા ચહેરાને લીમડી બેઠક ઉપર વિધાનસભાની પેટા ચૂંટણી લડાવી અને આ સીટ પોતે કબજો કરે તેવી હાલમાં ગુજરાત કોંગ્રેસ ઈચ્છી રહી છે ત્યારે વળી સોમાભાઈ પટેલે લીમડી બેઠક ઉપરથી રાજીનામું આપતા આ વિસ્તારના જે કોળી સમાજના મત નું મહત્વનું પ્રભુત્વ રહ્યું છે તે પણ હવે લીમડી બેઠક ઉપરથી ચાલુ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા સોમાભાઈ પટેલને કોળી સમાજ પણ મત ન આપે તેવા સંકેતો ઉભા થયા છે.

ગઇકાલે સોમાભાઈ પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે બંને પક્ષોમાં થી જે પક્ષ મને ટિકિટ આપશે તેમાંથી હું લડવા તૈયાર છું તેવી સોમાભાઈ પટેલે જાહેરાત કરી છે જોકે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ લીમડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારો જોઈ વિચારીને મેદાને ઉતારી આ બેઠક કબજો કરવા અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે સોમાભાઈ પટેલે ભાજપે તેમને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ ન આપ્યું હોવાના કારણે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધો હોવાના કારણે તેમને કોઇપણ આ સંજોગોમાં લીમડી વિધાનસભાની પેટાચૂંટણીમાં થી બંને પક્ષે ટિકિટ મળે તેવી કોઈ સંભાવના હાલમાં વર્તાતી નથી ત્યારે તેમને મહત્વની જાહેરાત કરી છે કે જે પક્ષને વિધાનસભાની પેટા ચૂંટણીની ટિકિટ આપશે તેમાંથી હું લડીશ. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી બેઠકની પેટાચૂંટણીમાં કયો પક્ષ કોને ટિકિટ આપશે તે હવે જોવાનું રહ્યું.

લીમડી બેઠક ઉપરથી છેલ્લી અનેક ટર્મ થી ધારાસભાની બેઠક સોમાભાઈ પટેલ જીતતા આવ્યા છે ત્યારે સોમાભાઈ પટેલે નવી આશા એ ચાલુ ધારાસભ્ય પદેથી લીબડી બેઠક ઉપરથી રાજીનામું આપી દેતા રાજયસભાની ચૂંટણી વખતે સમગ્ર જિલ્લા ઉપરાંત ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.

સોમાભાઈ પટેલને એક આશા હતી કે ભાજપ પક્ષ તેમને આવકાર છે અને કદાચ રાજયસભાની બેઠક ઉપર તેમને ટિકિટ આપી રાજય સભાના સાંસદ તરીકે તેમને ઉપર મોકલશે તે હેતુથી લીમડી વિધાનસભાના ચાલુ ધારાસભ્ય શ્રી સોમાભાઇ પટેલ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું જોકે ભાજપ દ્વારા સોમાભાઈ પટેલ લીમડી બેઠક ઉપરથી રાજીનામું આપ્યા બાદ કોઈપણ પ્રકારનું પક્ષમાં જોડાવા માટે સોમાભાઈ પટેલને આમંત્રણ આપવામાં ન આવતા સોમાભાઈ પટેલ ની તમામ આશા ઉપર પાણી ફરી વળવા પામ્યુ હતુ. આ ભૂલ ભારે પડી હોય તેવુ હાલમાં સ્પષ્ટ થઇ રહ્યુ છે.

પૂર્વ રાજયસભા ના સંસદ શંભુપ્રસાદજી ટુંડિયા દ્વારા પણ તૈયારી

લીમડી વિધાનસભાની બેઠક ઉપર કોળી સમાજના પ્રભુત્વ હોવાના પગલે અને કોળી સમાજના મત વધુ હોવાના કારણે કોળી સમાજનો કોઈ પણ ઉમેદવાર છેલ્લા અનેક વિધાનસભાની ચૂંટણીમાં મોટી લીડથી જીતીને આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ કોઇપણ પક્ષમાં કોળી ઉમેદવાર ને લીમડી વિધાનસભાની બેઠક પરથી ટિકીટ આપવામાં આવે તો તેને જીતવાના ચાન્સ પણ વધુ છે ત્યારે લીંબડી વિધાનસભા બેઠક ઉપર કોળી મતદારોનું પ્રભુત્વ વધુ હોવાના કારણે કોળી સમાજ ના ઉમેદવાર જીતવુ અત્યંત સરળ બને એવું છેલ્લા ત્રણ વિધાનસભાની લીમડી બેઠકની ચૂંટણી ઉપરથી સ્પષ્ટ વર્તાઈ રહયુ છે.

 લીંબડી વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી કલ્પનાબેન કે જે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ છે બીજી તરફ કોંગ્રેસમાંથી જ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચેતનભાઈ ખાચર આ ઉપરાંત કોંગ્રેસમાંથી લીમડી વિધાનસભાની પેટાચૂંટણી લડવા અનેક મોટા ચહેરાઓ પોતાની તૈયારીઓ હાલ થી દર્શાવી ચૂકયા છે ત્યારે બીજી તરફ ત્યાં સુધી ભાજપમાં એક જ નામ ચર્ચામાં હતું કે ભાજપ વિધાનસભાની પેટાચૂંટણીમાં લીમડી બેઠક ઉપરથી કિરીટસિંહ રાણાને મેદાને ઉતારશે ત્યારે જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ-તેમ ભાજપમાંથી ટિકિટ મેળવવા લીમડી વિધાનસભાની બેઠકમાં ભાજપ મા ચૂંટણી લડવા નું લિસ્ટ મોટું બનતું જઈ રહ્યું છે.

 લીમડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ માંથી ટિકિટ મેળવવા માટે રાજયસભાના પૂર્વ સાંસદ શંભુપ્રસાદજી ટુંડિયા એ લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી લડવા માટે ટિકિટ માંગી હોવાની ચર્ચા પણ હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વહેતી થવા પામી છે બીજી તરફ ભાજપ ઉમેદવારોને જાહેર કર્યા પહેલા સોમાભાઈ પટેલને કેસરીયો ખેસ પહેરાવી ને ભાજપમાંથી લીમડી વિધાનસભાની ચૂંટણી લડાવે તેવી પણ ચર્ચા હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વહેતી થવા પામી છે.

(11:36 am IST)