Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

મોરબીમાં હાથરસના બનાવના વિરોધમાં મૌન રેલી

મોરબી : યુપીના હાથરસમાં દુષ્કર્મ તેમજ કોંગ્રેસ નેતાઓની ધરપકડના બનાવના વિરોધમાં આજે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ કગથરા, જયંતીભાઈ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, રમેશભાઈ રબારી અને કે ડી પડસુંબીયા સહિતના અગ્રણીઓ અને કાર્યકરોએ મૌન રેલી યોજી હતી નહેરુ ગેઇટ ચોકમાં કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનો એકત્ર થયા હતા જયાંથી ગાંધી ચોક નગરપાલિકા કચેરી સુધી મૌન રેલી યોજી હતી અને મૌન સત્યાગ્રહ થકી દ્યટનાનો વિરોધ કરાયો હતો અને ભોગ બનનારને ન્યાયની માંગણી કરી હતીમૌન રેલી નીકળી તે તસ્વીર.

(11:33 am IST)