Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

મોરબીમાં ૯ કીમીની રેન્જમાં ૨૧ હેરીટેજ સાઇટ, પ્રવાસન વિકસાવવા હેરીટેજ પાઠ વિકસાવાશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૬ :  મોરબી શહેર અને જીલ્લામાં રાજાશાહી વખતમાં બનેલ અને આજદિન સુધી સચવાયેલા એતિહાસિક સ્થાપત્યોની ગણના કરવામાં આવે તો માત્ર ૯ કિલોમીટરની રેન્જમાં જ ૨૧ હેરીટેજ સાઈટ જોવા મળે છે જયાં અમદાવાદ મોડેલ સમાન મોરબીમાં પણ હેરીટેજ વોક શરુ કરાશે અને ૯ કિમીની રેંજમાં આવેલ ૨૧ હેરીટેજ સાઈટને સમાવી લેવાશે તમામ સાઈટ એક જ રૂટમાં આવરી લેવાશે જે પ્રોજેકટ માટે ટુરીઝમ વિભાગ પાસે પ્રપોઝલ તૈયાર કરીને મોકલી દેવામાં આવી છે.

જયાંથી કલીયરન્સ મળતા અંદાજે ૧૦ કરોડથી વધુના ખર્ચે હેરીટેજ પાઠ તૈયાર કરાશે જે અંગે પાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા પાસેથી મળતી માહિતી મુજબ નગરપાલિકા સ્તરે આ રાજયનો પ્રથમ પ્રોજેકટ બની રહેશે મોરબીને સૌરાષ્ટ્રના પેરીસની ઉપમા મળી છે ત્યારે મોરબીના હેરીટેજ વારસાની જાળવણી થાય અને પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે હાલ પ્રપોઝલ તૈયાર કરાઈ છે અને પ્રોજેકટના અમલીકરણ માટેની કાર્યવાહી ચાલતી હોવાનું પણ જણાવ્યું હતું.

(11:32 am IST)