Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

વાંકાનેરમાં હાથરસની ઘટનામાં કડક કાર્યવાહીની માંગ

વાંકાનેર : શહેર તાલુકા દલિત સમાજ દ્વારા આજરોજ હાથરસની ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડયા છે. વાંકાનેરમાં પણ દલિતસમાજ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીત આવેદનપત્ર મામલતદાર પરમારને આપી ઉતરપ્રદેશના હાથરસની ઘટના અંગે જવાબદારો સામે કડક પગલા ભરવા માંગણી કરી છે જયારે કચ્છના રાપરમાં પણ એડવોકેટ દેવજીભાઇ મહેશ્વરીની સરાજાહેર હત્યાના બનાવને વખોડી કાઢી ગુન્હેગારોને કડકમાં કડક સજાની માંગ કરી સુત્રોચ્ચારો સાથે આવેદનપત્ર પાઠવેલ તે પ્રસંગની તસ્વીરમાં દલિત સમાજના આગેવાનો નજરે પડે છે.

(11:32 am IST)