Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

જામનગર વોર્ડ નં.૪માં સીસી બ્લોકના કામનું રાજ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત

જામનગર,તા. ૬:શહેરના વોર્ડ નં. ૪માં નવાગામ ઘેડ-સરકારી સ્કુલ પાસે રૂ.૧.૨૬લાખના ખર્ચે થનારા સીસી બ્લોક કામોનું ખાતમુહુર્ત અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા, કુટીર ઉદ્યોગ રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરાયુ હતું.

મહાનગર સેવા સદન દ્વારા આયોજીત વિકેન્દ્રીત જિલ્લા આયોજન અંતર્ગત ધારાસભ્યશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાની ૧૦ ટકા લોકભાગીદારી ગ્રાન્ટમાંથી આ  કામ કરાશે.

આ પ્રસંગે નગરસેવકો સર્વશ્રી કેશુભાઇ માડમ, જડીબેન સરવૈયા, રચનાબેન નંદાણિયા, તથા  અગ્રણીશ્રી દિલીપસિંહ જેઠવા, જયારાજસિંહ જાડેજા, સામતભાઇ પરમાર, કાંતિભાઇ બારોટ, ગજેન્દ્રસિંહ જાડેજા, પૃથ્વીરાજ સિંહ ઝાલા, વિજયસિંહ ગોહિલ, રામજીભાઇ બારૈયા  સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

(11:31 am IST)