Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ગીર સોમનાથ જિલ્લામાં ખાદી ખરીદીમાં વળતર

પ્રભાસપાટણ : ગીર સોમનાથ જીલ્લામાં રાષ્ટ્રીય વસ્ત્ર ખાદી પ્રત્યે વર્ષોથી અનેરૂ આકર્ષણ છે. જીલ્લામાં ઉના અને વેરાવળ ખાતે ખાદી ભંડારો આવેલા છે. ગીર સોમનાથ જીલ્લા વડામથક ખાદી ભંડારના મેનેજર પ્રવિણભાઇ પટ્ટણી કહે છે અમારો ખાદી ભંડાર ૧૯૬૮થી કાર્યરત છે. અમારે મન ખાદી વસ્ત્ર જ નથી પણ વિચારધારા છે. બીજી ઓકટોબરે શહેરના અનેક મહાનુભાવોએ સમુહમાં આવી અમારે ત્યાથી ખાદી ખરીદી અને બીજી ઓકટોબરે રૂપિયા ૮૪,૬૫૭નુ ખાદી વેચાણ થયુ. સાથે ગ્રામોદ્યોગની અન્ય વસ્તુઓનુ રૂપિયા ૨૪૭૩૯નું વેચાણ થયુ.માસ્ક વેચાણ પણ શરૂ કરેલ છે. આ ખાદીના માસ્ક રંગબેરંગી આકર્ષક ટકાઉ અને શ્વાસ લેવામાં અનુકુળતા રહે તેવા દોરી ઇલાસ્ટીકવાળા તેમજ ઓપરેશન કરતી વખતે ડોકટરો જે પહેરે તેવા સર્જીકલ માસ્ક કે જેમા મુખ અને નાક સંપુર્ણ ઢંકાઇ રહે તેવા સફેદ, મરૂન, લાઇનીંગ, પ્રીન્ટ, ગ્રે, ગ્રીન, કેસરી કલરના માસ્કનું વેચાણ સમયની જરૂરિયાત મુજબ કરેલ છે. હાલ ગુજરાતની ખાદી ઉપર ૨૦ ટકા અને પરપ્રાંતની ખાદી ઉપર ૧૦ ટકા વળતર મળે છે અહી વેચાણી ખાદીની વસ્તુઓમાં શુટીંગ શર્ટીંગ, રૂમાલ, નેપકીન, ગમછા, આસનપટ્ટા, શેતરંજી, સોફા ઉપરના આસન પટ્ટા પ્રાપ્ય હોય છે. યુવા પેઢી પણ ખાદી પ્રત્યે આકર્ષાઇ ખાદી ઝબ્બા, સદરા, કોટી, લેંઘા હોય છે. આ વળતર ઓકટો.થી ડીસેમ્બર સુધી હોય છે પરંતુ જાન્યુ થી માર્ચ સુધી અમો આ ખર્ચ વહન કરીને પણ વળતર આપતા રહીએ છીએ. ખાદી ભંડારમાં વળતર શરૂ કરવામાં આવ્યુ તે તસ્વીર.

(11:30 am IST)