Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

સુત્રાપાડાના પ્રાંસલી માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળીનું ૧૦૩પના ભાવે વેચાણ

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસ પાટણ તા. ૬ :.. સુત્રાપાડા એ.પી. એમ. સી.નાં પ્રાંસલી માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળી તથા અન્ય જણસીઓની આવકો શરૂ નવી મગફળીનો ઉંચામાં રૂ. ૧૦૩પ નાં ભાવે વેચાણ થતા ખેડૂતોએ સારા ભાવ મળવા બદલ ખુશી વ્યકત કરેલ હતી.

સુત્રાપાડા તાલુકાનાં પ્રાંસલી માર્કેટ યાર્ડમાં નવી સીઝન શરૂ થતા મગફળી તેમજ અન્ય જણસીઓની આવકો શરૂ થયેલ છે. આગામી દિવસોમાં વધુમાં વધુ મગફળી તેમજ અન્ય જણસીઓની આવકો થશે.

ગઇકાલે માર્કેટીંગ યાર્ડમાં મગફળી તેમજ અન્ય જણસીઓનાં ભાવ મગફળી ભાવ રૂ. ૬રપ થી ૧૦૩પ બાજરી રૂ. ર૦૦ થી ર૬૦ ઘઉં રૂ. રપ૦ થી ૩૦પ ચણા રૂ. ૮૩પ થી ૯૯૦ તલ (કાળા) રૂ. ૧૪૮૮ થી રર૮૦ મળી રહેલ છે. જેથી ખેડૂત ભાઇઓએ પોતાનાં ખેત ઉત્પન્નનાં ખુલ્લી હરાજીથી વ્યાજબી ભાવ અને રોકડા નાણા મળી રહે માટે માર્કેટીંગ યાર્ડમાં વધુને વધુ માલ વેચાણ અર્થે લાવવા ચેરમેન દિલીપભાઇ જસાભાઇ બારડે ખેડૂતોને અપીલ કરી છે.

(11:29 am IST)