Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

યંગ ઇન્ડીઅન્સ ભાવનગર દ્વારા સફાઇ જાગૃતતા અભિયાન ચલાવાશે

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૬ : યુવા ઉદ્યોગકારોની સંસ્થા યંગ ઇન્ડીઅન્સના ભાવનગર ચેપ્ટર દ્વારા આજે ભાવનગર શહેરની ગૌરવશાળી હેરીટેઇજ ઇમારતોની મુલાકાત લીધી હતી. આ પ્રોજેકટનો હેતુ સફાઇ કરવા પુરતો ન હતો પરંતુ સ્થાપત્ય કલાના બેનમુન વારસા સમી બિલ્ડીંગો જેવી કે ગંગાદેરી ટાઉનહોલ દરબારી કોઠાર, રાજઘરાનાના સ્મશાન ઘાટ વગેરે સ્થળો પર જઇ આ વિસ્તારની કાયમી સફાઇ થતી રહે તે માટે આઠ ટુકડીઓ પાડી સર્વે હાથ ધરાયો હતો.

રાજકુટુંબના યુવરાજશ્રીના બહેન કુમારી બ્રીજેશ્વરીજીએ આ પ્રોજેકટમાં માર્ગદર્શન અને માહિતી પુરી પાડી હતી. ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. યંગ ઇન્ડીયન્સ ભાવનગરના પ્રમુખ ઋષિલ તંબોળીના આયોજનતળેના કાર્યક્રમમાં સારો પ્રતિસાદ મળ્યો હતો.

(11:29 am IST)