Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ભોગાવો નદીના પાણીમાં જોરાવરનગરનો ડાયવર્ઝન રોડ ધોવાયો

વરસાદના વિરામને એક માસ જેટલો સમયગાળો વીતી ગયા હોવા છતા પણ આ ડાયવર્ઝન બનાવવામાં ન આવતા નગરપાલિકાની ચુંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી : જોરાવરનગર સુરેન્દ્રનગર શહેરને જોડતો કોઝવે તાત્કાલીક કરવા માંગ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૬ : સુરેન્દ્રનગર જોરાવરનગર જોડીયા શહેરો છે અને બન્ને શહેરો વચ્ચે પુલનું કામ છેલ્લા ત્રણ વર્ષથી ચાલતુ હોઇ ભોગાવો નંદીમાં લોકોએ પાકો કોઝવે બનાવવા કરી રહયા છે માંગ પરંતુ તંત્ર દ્વારા શહેરનો કચરો નંદીમાં ઠાલવી કોઝવેનુ કામ શરૂ કરતા લોકોમાં રોષ હાલ રોજ જીવના જોખમે પાણી માથી પસાર થતા જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગર જોરાવરનગર જોડીયા શહેરોમાં અંદાજે બે લાખની વસ્તી નોંધાયેલ છે અને બન્ને શહેરને જોડતો પુલ આંબેડકર રોડથી જોરાવરનગર સુધી ભોગાવો નંદી પર હતો પરંતુ આ પુલનું નવીનીકરણ છેલ્લા ત્રણ વર્ષથી ચાલતુ હોઇ લોકોને અવર જવર કરવામાં પડી રહી છે હાલાકી...નવા પુલની કામગીરી શરૂ થતા નિયમો મુજબ પાકુ ડાયવર્ઝન બનાવવું ફરજીયાત હોઇ છે પરંતુ તંત્ર દ્વારા કોઇ જ ડ્રાઇવઝન નહી બનાવતા રોજ જોરાવરનગર સુરેન્દ્રનગર વચ્ચે આવન જાવન કરતા હજારો લોકોને પુલ પરથી એક કીમી રસ્તો થતો હતો .

જે ચાર થી પાચ કીલો મીટર ફેરો ફરી જવુ પડે છે જેથી લોકોએ અવાર નવાર તંત્રને રજુઆતો કરવા છતા કોઇ પરીણામ આવેલ નહિ પરંતુ હાલ તંત્ર દ્વારા શહેરનો કચરો નંદીમાં ઠાલવી કોઝવેનુ કામ શરૂ કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો....હાલ લોકો સુરેન્દ્રનગર જોરાવરનગર વચ્ચે ડાયરવિઝન ન હોઇ ભોગાવો નદીમાં પાણીના પ્રવાહમાં જીવના જોખમે કોઝવે પસાર કરવો પડી રહયો છે જેથી લોકોની માંગ છે કે પુલ નવો બને ત્યા સુધી ભોગાવો નદીમાં પાકો કોઝવે બનાવી લોકોને રાહત આપવી જોઇએ.

સુરેન્દ્રનગર અને જોરાવરનગર ના લોકોને હાલ રોજ કામકાજ અર્થે ફરજીયાત નંદીમાં થઇને પસાર થવુ પડે છે તેમજ જો કોઇ ઇમરજન્સી કેસમાં હોઇ તો કોઝવે ટુટેલો હોઇ રતનપર થઇ અને ત્રણથી ચાર કીમીનો ફેરો ફરવો પડી રહયો છે જેથી લોકોએ તાત્કાલિક પાકુ ડાયવર્ઝન ભોગાવો નદીમાં બનાવવા માટે માગ કરી રહયા છે જો માગણી નહિ સંતોષાઇ તો અગામી દિવસોમાં આવી રહેલ પાલીકાની ચુટણી માં મતદાનનો બહીષ્કાર કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

(11:26 am IST)