Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

જહાજનું નિર્માણઃ માંડવીમાં આકાર પામેલું શીપ મોડેલ ભાવનગર મ્યુઝીયમમાં મુકાશે

ભાવનગર તા. ૬ :.. ૪૦૦ વર્ષ પહેલા વિદેશમાં માલેતુજાર પોતાનો શોખ પૂર્ણ કરવા સઢથી ચાલતા જહાજનો દરિયાઇ રેસમાં ઉપયોગ કરતા અને ખાસ કરીને ભજરો નામના જહાજનો પ્રયોગ કરતા હતા તેવા જ પ્રકારના જહાજનું નિર્માણ માંડવીના નેવુ વર્ષીય શિવજી ભુદા માલમે લોકડાઉન દરમ્યાન કર્યુ છે. દશ ફુટ લાંબો અને બે ફુટ પહોળાઇ ધરાવતા જહાજની કૃતિ ભાવનગરના મ્યુઝીયમમાં મૂકાશે. તેમના દ્વારા અગાઉ એક તૈયાર કરાયેલું જહાજ રાષ્ટ્રપતિ ભવનમાં મુકાયું છે. શિવજીભાઇએ અત્યાર સુધી નાના-મોટા એક હજાર જેટલા મોડેલ તૈયાર કર્યા છે.

(11:25 am IST)