Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

જામનગરમાં ૨૭૦૦ જેટલા સફાઈ કામદારોની હડતાળ : હાથરસની ઘટના અને રાપરમાં વકીલની હત્યા ઉપરાંત ઉત્તરપ્રદેશમાં વિદ્યાર્થીની પર બળાત્કારની ઘટનાને લઈને આક્રોશ : સફાઈ સહિતની કામગીરી ઠપ્પ

જામનગર : જામનગરમાં ૨૭૦૦ જેટલા સફાઈ કામદારોએ તાજેતરમાં ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી ઘટના અને ગુજરાતમાં કચ્છના રાપરમાં વકીલની હત્યા ઉપરાંત ઉત્તરપ્રદેશમાં વિદ્યાર્થીની પર બળાત્કારની ઘટનાને લઈને હડતાલ પર ઉતર્યા છે. શહેરભરમાં સફાઈ કર્મચારીઓની હડતાળને પગલે સફાઈ સહિતની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. સફાઈ કર્મચારીઓ અને દલિત સમાજના લોકોએ લાલબંગલા સર્કલમાં દેખાવો પણ કર્યા છે.

(11:02 am IST)