Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ગીર સોમનાથ જિલ્લામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે મગફળી સળગાવી દીધી !

સુત્રાપાડાના બીજ ગામના ખેડૂતે પાક નિષ્ફ્ળ જતા સળગાવી મગફળી: વિડિઓ વાયરલ

ગીર-સોમનાથમાં પાક નિષ્ફળ જતા ખેડૂતે મગફળી સળગાવી હોવાનો વીડિયો વાયરલ થયો છે. સૂત્રાપાડાના બીજ ગામના ખેડૂતે મગફળી સળગાવી હોવાનું સામે આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસા દરમિયાન સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. જેને લઇને અનેક જિલ્લાઓમાં પાકને નુકસાનની ભીતિ કરવામાં આવી રહી છે. સરકારે પણ પાક નિષ્ફળ જવા અંગે તંત્રને સર્વે કરવા જણાવ્યું છે.ત્યારે ગીર-સોમનાથના સૂત્રાપાડાના બીજ ગામના ખેડૂતે પાક નિષ્ફળ જતાં મગફળી સળગાવી હોવાનું સામે આવ્યું છે. મજૂરી ખર્ચ પણ ન નીકળતા મગફળી સળગાવી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મગફળી સળગાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

(9:57 am IST)