Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

ધોળા દૂધનો કાળો કારોબાર :જામનગર SOG નો સપાટો લાલપુર પાસેથી 1200 લીટર ભેળસેળ યુક્ત દૂધ ઝડપાયું

શંકાસ્પદ દૂધના જથ્થાનો સ્થળ પર જ નાશકરાતા દૂધની નદીઓ વહી

 

જામનગર :નકલી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. જામનગર SOGની ટીમે લાલપુર પાસેથી નકલી દૂધ ઝડપ્યું છે. SOGની ટીમે એક શખ્સને 1200 લીટર ભેળસેળ યુક્ત શંકાસ્પદ દૂધના જથ્થા સાથે ઝડપી પાડયો છે.

 ભેળસેળ યુક્ત શંકાસ્પદ દૂધના જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે. શખ્સ ક્યાંથી દૂધ લાવ્યો. કોને આપવાનો હતો. કેટલાક સમયથી તે નકલી દૂધનો ગોરખધંધો ચલાવતો હતો તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

(10:37 pm IST)