Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

વાંકાનેરના પી.આઇ.ની બદલીની માંગ સાથેનાં ઉપવાસ આંદોલનનો સુઃખદ અંતઃ સંતો-મહંતોએ જીતુભાઇ સોમાણીને પારણા કરાવ્યા

વાંકાનેર તા. ૬ :.. શહેર પોલીસના પી. આઇ. બી. ટી. વાઢીયાએ નવરાત્રી માટે પદયાત્રા એ જતા લોકોની સેવા માટે સ્વેચ્છીક ફાળો એકત્ર કરતા સ્વમસેવકો સાથે કરેલ અભદ્ર વાણી વિલાસ અને હિન્દુ સમાજના તહેવારોમાં બંદોબસ્ત સમયે પોલીસ તંત્રની વરવી ભૂમિકાઓના આક્ષેપ સાથે ગત તા. ર૮ મીથી  વાંકાનેર ભાજપના અગ્રણી નેતા અને પૂર્વ નગર પ્રમુખ જીતુભાઇ સોમાણીએ હિન્દુ ધર્મ ઉત્સવ વિરોધી માનસ ધરાવતા પીઆઇની બદલીની માંગ સાથે શરૂ કરેલા અન્નસય અને છેલ્લા બે દિવસથી માત્ર પાણી ઉપર ચાલુ રાખેલા ઉપવાસ આંદોલનથી રાજકીય વાતાવરણ અને સામાજીક સંસ્થાઓમાં ભારે ચર્ચા સાથે આવેદનો રજૂઆતોનો દોર શરૂ થયો હતો.

ગાંધીનગર સુધી રજૂઆતના પડઘા પણ પડયા હતા અને ગૃહમંત્રી અને પ્રભારી મંત્રીએ જીતુભાઇ સોમાણીને ફોન ઉપર તમારો પ્રશ્ન પુરો થઇ જશે તેવી ખાત્રીના અંતે ગઇકાલે સાંજે ૬ વાગ્યે વાંકાનેરના પ્રસિધ્ધ ધર્મ સ્થાનો શ્રી રઘુનાથજી મંદિરના મહંત શ્રી છબીરામદાસજીબાપુ, શ્રી ગાયત્રી શકિતપીઠના અશ્વિનભાઇ રાવલ, શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના કાનજીભાઇ પટેલ (પટેલ બાપુ), રાજયગુરૂશ્રી નાગાબાવાજી જગ્યાના મહંત શ્રી ખુશાલગીરી ગોસ્વામી, મીલ પ્લોટ સાત હનુમાન મંદિરના મહંત શ્રી તથા  શ્રી ગેલમાતાજી મઢ ધમલપરના  પરસોતમ ભુવા સહિતના સંતો-મહંતોના વરદ્દ હસ્તે લીંબુ સરબત પાઇને જીતુભાઇ સોમાણી અને તેમના ટેકામાં ઉપવાસ ઉપર રહેલા યુવાનોને પારણા કરાવ્યા હતા.

આ કાર્યક્રમમાં મોરબીથી પ્રદિપભાઇ વાળા, લાખાભાઇ જારીયા, અશ્વિનભાઇ કોટક સહિતના ભા.જ.પ. અગ્રણીઓ તેમજ મોરબી, પડધરી, રાજકોટના લોહાણા સમાજના અગ્રણીઓ ઉપરાંત વાંકાનેર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ પટેલ, વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ રમેશભાઇ વોરા, ઉપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભા.જ.પ.ના ઇન્દુભા જાડેજા, કોળી જ્ઞાતિના અગ્રણી બાબુભાઇ ઉધરેજા, જીજ્ઞાશાબેન મેર, વાંકાનેર રાજપુત સમાજના પ્રમુખ વજુભા ઝાલા, ડો. ભરતસિંહ ઝાલા, અર્જુનસિંહ ઝાલા, વિશ્વહિન્દુ પરિષદના પ્રમુખ સંજયભાઇ નાગ્રેચા, રાતીદેવળીના સરપંચ દિલીપસિંહ ઝાલા, નગરસેવક કાંતિલાલ કુંઢીયા, મેરૂભાઇ સરૈયા, મનુભાઇ સારેસા, માલધારી સમાજના હીરાભાઇ બાંભવા, ખોજા સમાજના બહાદુરભાઇ સદ્દગુરૂ આનંદ આશ્રમના મહેશભાઇ રાજવીર, રીટલ કીરાણા એશો.ના પ્રમુખ વિનુભાઇ કોટક ઉપરાંત મહિલા મંડળના બહેનો જુદી-જુદી જ્ઞાતિના અગ્રણીઓ વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

અને સોૈએ જીતુભાઇ સોમાણીનું શાલ-પુષ્પહાર વડે સન્માન કયુંર્ હતું. સંતો-મહંતોએ જીતુભાઇ સોમાણીને ધર્મની રક્ષા માટે, ધાર્મિક ઉત્સવો ઉજવવા માટે ઇશ્વરકૃપા હંમશા તેના ઉપર વરસતી રહે તેવા આશીર્વાદ આપ્યા હતા. જીતુભાઇ સોમાણીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ, પ્રભારી મંત્રી સોેૈરભભાઇ પટેલે હિન્દુ સમાજની લાગણીને ધ્યાનમાં લઇ અમોને પ્રશ્ન પુરો થઇ જવાની ખાત્રી આપેલ તે બદલ સોૈનો આભાર માન્યો હતો.

(12:21 pm IST)